Site icon

શિવસેનામાં બંડ થયું તેમ છતાં શિવસૈનિકો રસ્તા પર કેમ ન ઉતર્યા- જાણી લો કારણ અહી

 News Continuous Bureau | Mumbai 

શિવસેના(Shivsena)માં અત્યાર સુધીનું સૌથી મોટું બંડ થયું છે. તેમ છતાં આખા મહારાષ્ટ્ર(Maharashtra)માં સંપૂર્ણ શાંતિ છે. શરૂઆતમાં એવું માનવામાં આવી રહ્યું હતું કે શિવસૈનિકો(Shivsainik) રસ્તા પર ઉતરશે અને ભારે હંગામો થશે. પરંતુ આવું કશું થયું નથી. ઉલ્લેખનીય છે કે રાજ ઠાકરે(Raj Thackeray), છગન ભુજબળ(Chhagan Bhujbal), નારાયણ રાણે(Narayan Rane) અને સંજય નિરૂપમ(Sanjay Nirupam) એ જ્યારે શિવસેના પાર્ટી છોડી હતી ત્યારે શિવસૈનિકોએ ભારે ઉત્પાત મચાવ્યો હતો. અનેક જગ્યાએ શિવસૈનિકોએ જાહેર સંપત્તિ તેમજ આ નેતાઓની સંપત્તિને પણ નુકસાન પહોંચાડ્યું હતું. જોકે આ વખતે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે એકેય શિવસૈનિક રસ્તા પર ઉતર્યો નથી. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : ઉદ્ધવ ઠાકરેએ જેવો મુખ્યમંત્રી નો બંગલો છોડ્યો કે તરત અલગ અલગ પોલીસ સ્ટેશનમાં તેમની વિરુદ્ધમાં સાત ફરિયાદો થઈ

મળતી માહિતી મુજબ શિવસેનાના શીર્ષ નેતૃત્વ નક્કી કર્યું છે કે શિવસૈનિકોએ રસ્તા પર ઊતરવું નહીં. કારણ કે આવું કરવા જતા શિવસેનાના બે ગ્રુપની વચ્ચે રસ્તા પર જોરદાર લડાઈ થઈ શકે તેમ છે. આ ઉપરાંત શિવસૈનિકોએ શિવ સૈનિકોની સાથે જ મારામારી કરવી પડશે અને ભવિષ્યમાં તે તમામ લોકોને સાથે રાખવા કઠણ. આ સિવાય અનેક ધારાસભ્યો(MLAs) પાર્ટી છોડીને જતા રહ્યા છે તેવા સમયે શિવ સૈનિકોને માર્ગદર્શન આપનાર કોઈ વ્યક્તિ બચ્યું નથી. આ કારણથી મહારાષ્ટ્રમાં શાંતિ છવાયેલી છે.

Shri Tuljabhavani Navratri: મહારાષ્ટ્ર સરકારે શ્રી તુળજાભવાની નવરાત્રિ મહોત્સવને ‘મુખ્ય મહોત્સવ’નો દરજ્જો આપ્યો, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો થશે.
Supreme Court order: 31 જાન્યુઆરી 2026 સુધીમાં મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી
Jammu and Kashmir: જમ્મુ-કાશ્મીરમાં આટલા ટકા થી વધુ મહિલાઓ છે અપરિણીત, જાણો તેની પાછળના કારણો
Maharashtra Rain: મહારાષ્ટ્રમાં વરસાદનું તાંડવ, મરાઠવાડા અને વિદર્ભમાં અતિવૃષ્ટિ; જાણો ક્યાં કેવી છે સ્થિતિ
Exit mobile version