News Continuous Bureau | Mumbai
સિંધુદુર્ગ જિલ્લાના(Sindhudurg district) પ્રસિદ્ધ માલવણ પર્યટન સ્થળ(Malvan tourist destination) નજીક તરકરલી કિનારે બપોરે એક મોટો અકસ્માત થયો.
20 પર્યટકોને લઈને સ્કૂબા ડાઈવિંગ(Scuba diving) કરીને પરત ફરતી બોટ કિનારાની નજીક પહોંચી ત્યારે પલટી ગઈ.
આ અકસ્માતમાં બેના મોત થયા છે અને ઘણા ની હાલત ગંભીર છે.
જોકે બોટ કયા કારણોસર પલટી ગઈ તે હજુ સુધી જાણી શકાયું નથી.
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રના સિંધુદુર્ગ કિલ્લાની બાજુમાં આવેલ તરકરલી(Tarkarli) સ્કુબા ડાઈવિંગ માટે લોકપ્રિય સ્થળ છે.
આ સમાચાર પણ વાંચો: જ્ઞાનવાપી કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થયો ટ્રાન્સફર, નવી અરજી પર થયો મોટો નિર્ણય, હવે આ તારીખે થશે સુનાવણી…
