Site icon News Continuous Bureau | Mumbai

શું જ્ઞાનવાપી મસ્જિદની અંદર હજી એક શિવલિંગ પણ હતું? કાશી વિશ્વનાથ મંદિરના પૂર્વ મહંતે કુલપતિ તિવારીએ કર્યો આ ચોંકાવનારો દાવો..

 News Continuous Bureau | Mumbai

જ્ઞાનવાપી મસ્જિદના સર્વે (Gyanvapi Masjid survey) બાદ શિવલિંગ(Shivling) મળી આવ્યું હોવાના દાવાના પગલે આખા દેશનો માહોલ હાલમાં ગરમાયો છે 

Join Our WhatsApp Channel

દરમિયાન કાશી વિશ્વનાથ મંદિરના(Kashi Vishwanath Temple) પૂર્વ મહંત ડો. કુલપતિ તિવારીએ(Dr. Chancellor Tiwari) એક બીજો ચોંકાવનારો દાવો કર્યો છે.

ડો. તિવારીનુ કહેવુ છે કે, જ્ઞાનવાપી મસ્જિદમાં હજી પણ એક શિવલિંગ છે. તેમનો દાવો છે કે, મસ્જિદની પશ્ચિમ તરફની દિવાલ પર લગાડાયેલા એક કબાટમાં નાનકડું શિવલિંગ જોયુ હતુ. 

સાથે તેમણે 2014માં લેવામાં આવેલા એક ફોટોગ્રાફને પણ બતાવ્યો હતો અને કહ્યુ હતુ કે, મને ખબર નથી કે હજી આ શિવલિંગ ત્યાં છે કે, હટાવી લેવાયું છે. 
 
આ શિવલિંગની પૂજા કરવાની મંજૂરી આપવા માટે સોમવારે અમે કોર્ટમાં પિટિશન(Petition) કરવાના છે.

જોકે મસ્જિદ કમિટિએ(mosque committee) આ દાવાઓને ફગાવી દીધા છે અને કહ્યુ છે કે, મસ્જિદની કોઈ દિવાલ પર કબાટ નથી. અમે નથી જાણતા કે તે કઈ તસવીર અંગે વાત કરી રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો :   પશ્ચિમ બંગાળમાં BJPને મોટો ઝાટકો, આ ભાજપ સાંસદ ફરી તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા.. જાણો વિગતે 

Vasant Davkhare Case Verdict ૧૭ વર્ષ જૂના વસંત દાવખરે કેસમાં મોટો ચુકાદો ઉદ્ધવ ઠાકરે અને મુખ્યમંત્રી એકનાથ શિંદે નિર્દોષ જાહેર!
17 Year Old Case Verdict કટ્ટર હરીફો એક જ કેસમાં સાથે! ૧૭ વર્ષ જૂના આંદોલન કેસમાં આજે કોર્ટનો ફેંસલો; શિંદેઠાકરેના રાજકીય ભવિષ્ય પર સૌની નજર
MP Traders Observe No UPI Day આ રાજ્યમાં આજે UPI બંધ વેપારીઓએ QR કોડ કાળા કપડાથી ઢાંક્યા, ગ્રાહકોને ખિસ્સામાં રોકડ રાખવા અપીલ!
Mumbai Firecracker Ban રસ્તાઓ કે બીચ પર નહીં ફોડી શકાય ફટાકડા; હાઈકોર્ટે BMC અને પોલીસને આપ્યા કડક એક્શનના નિર્દેશ
Exit mobile version