Site icon

દિલ્હીની આગકાંડમાં મૃત્યુ પામેલાના પરિવારજનોને આ જાણીતા કથાકારે મોકલી સહાય.. જાણો વિગતે  

 News Continuous Bureau | Mumbai 

રાજધાની દિલ્હી(delhi)ના મુંડકા વિસ્તારના એક કોમર્શિયલ કોમ્પ્લેક્ષ(commercial complex)માં બે દિવસ પહેલા ભયાનક આગ લાગી(fire) હતી. જેમાં 27થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. આગ એટલી ભયાનક હતી કે મૃત્યુ પામેલા લોકોની ઓળખ કરવી મુશ્કેલ બની છે. ત્યારે આ ઘટનામાં હતભાગીઓને કથાકાર મોરારિબાપુ(Morari bapu)એ સહાય મોકલી છે. પ્રત્યેક મૃતક વ્યક્તિના પરિવાજનોને રૂપિયા પાંચ હજારની સહાય મોકલવામાં આવી છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : મુકેશ અંબાણીની Reliance Industries નામે વધુ એક રેકોર્ડ, હવે ફોર્બ્સની આ યાદીમાં નંબર-1.. જાણો વિગતે 

હાલમાં જેટલા લોકોની ઓળખ થઈ શકી છે એમના પરિવારજનોને દિલ્હી સ્થિત રામ કથા(Ram Katha)ના શ્રોતા દ્વારા આ સહાયતા રાશિ પહોંચાડવામાં આવી રહી છે. જેમ જેમ મૃતકોની ઓળખ થતી જશે તેમ તેમ બાકીની રકમ પણ તેમના પરિવારજ(family)નો સુધી પહોંચતી કરવામાં આવશે. આ સહાયની કુલ રકમ એક લાખ પાંત્રીસ હજાર જેટલી થવા જાય છે. બાપુએ તમામ મૃતકોના નિર્વાણ માટે પ્રાર્થના કરી તેમના પરિવારજનોને દિલસો  પાઠવ્યો હતો.

Bhuj railway station redevelopment: નવા ભુજ રેલવે સ્ટેશનના અપગ્રેડેશનનું કાર્ય ઝડપથી ચાલી રહ્યું છે*
Vande Mataram: CM યોગીનો મોટો નિર્ણય: યુપીની તમામ સરકારી શાળાઓમાં હવે ‘વંદે માતરમ’ ગાવું ફરજિયાત!
Ajit Pawar: અજિત પવારના પુત્રના જમીન વિવાદ પર એકનાથ શિંદેનું મોટું નિવેદન, ‘જે પણ પડકારો આવશે, અમે…’
New Criminal Laws: નવા ફોજદારી કાયદાઓના અમલવારીમાં મહારાષ્ટ્ર અગ્રેસર
Exit mobile version