Site icon News Continuous Bureau | Mumbai

વિચિત્ર બનાવ. કર્ણાટકમાં બાળક આઈસ્ક્રીમ બોક્સમાં સંતાઈ જતા ૨ બાળકીનું મોત.

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

કર્ણાટકમાં(Karnataka) એક દુખદ ઘટના સામે આવી છે. અહીં બે માસૂમ બાળકીઓએ(young girls) પોતાનો જીવ ગુમાવ્યો. માહિતી મળી છે કે આ બે બાળકીઓ હાઈડ એન્ડ સીક(hide and seek) એટલે કે સંતાકૂકડીની રમત રમી રહી હતી. આ બાળકીઓ રમવામાં વ્યસ્ત હતી. તે દરમિયાન જ તેમની સાથે આ અકસ્માત થયો હતો. અહેવાલો અનુસાર આ ઘટના મૈસુરના(Mysuru)નંજનગુડ પોલીસ સ્ટેશન(Nanjangud Police Station) વિસ્તારમાં બની છે. મૃત્યુ પામેલી બંને બહેનોના નામ કાવ્યા નાયક અને ભાગ્યા નાયક છે. તેમાંથી કાવ્યા ૫ વર્ષની હતી. જ્યારે ભાગ્યા ૧૧ વર્ષની હતી. આ અકસ્માત(Accident) ૨૭ એપ્રિલ બુધવારે સવારે થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે બંને છોકરીઓ તેમના ઘરની નજીક પડોશી બાળકો સાથે સંતાકૂકડીની રમત રમી રહી હતી. બાળકો રમતમાં વ્યસ્ત હતા. તે દરમિયાન જ ભાગ્યના ઘર પાસે આઈસ્ક્રીમની એક લારી પણ ઉભી હતી. આ આઈસક્રીમની લારી(Icecream freezer) છેલ્લા ૬ મહિનાથી એજ સ્થળે ઉભી રહી છે. અને તેનો ઉપયોગ પણ કરવામાં આવતો નહતો. રમત દરમિયાન બંને બાળકીઓ એક જ કાર્ટમાં આઈસ્ક્રીમના બોક્સમાં સંતાઈ ગઈ હતી. તેમને લાગ્યું કે તેમાં છુપાઈને કોઈ તેમને શોધી શકશે નહીં. અન્ય કોઈ બાળકે તેને આ બોક્સમાં પ્રવેશતા જોયા ન હતા. રમત દરમિયાન આ બોક્સ જ તેમના મૃત્યુનું કારણ બન્યું. પોલીસના જણાવ્યા અનુસાર, આઈસ્ક્રીમ બોક્સમાં પહેલાથી જ ઝેરી હવા હોઈ શકે છે. કારણ કે તે લાંબા સમયથી ઉપયોગમાં લેવામાં આવી નથી. આ સિવાય કદાચ તેનું ઢાંકણું પણ હવાના દબાણને કારણે એકદમ ફીટ બંધ થઈ ગયું હતું. બાળકીઓ આમાંથી બહાર નીકળી શકી ન હતી અને ગૂંગળામણને(Suffocation) કારણે બંને બાળકીઓના મોત નિપજ્યા છે. આ મામલે હાલ તપાસ ચાલી રહી છે.

Malshej Ghat Kalu Waterfall Selfie Rescue માલશેજ ઘાટના કાળુ ધોધ પર સેલ્ફી લેતી વખતે યુવકનો લપસ્યો પગ, પ્રવાસીઓએ આ રીતે બચાવ્યો જીવ
Eknath Shinde Narendra Modi Meeting વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત બાદ એકનાથ શિંદેની પ્રથમ પ્રતિક્રિયા, દિલ્હીમાં બેઠક અંગે આપ્યું મોટું નિવેદન
Delimitation Bill Tamil Nadu Controversy દક્ષિણ ભારતની સીટો ઘટવાનો ડર! DMK અને વિપક્ષી નેતાઓ લાલઘૂમ, કેન્દ્ર સામે આક્રમક વલણ!
Prashant Kishor Meets Sunetra Pawar NCP ની કમાન અને ભવિષ્યની વ્યૂહરચના પ્રશાંત કિશોરે સુનેત્રા પવાર અને પાર્થ પવાર સાથે કરી મુલાકાત; મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો
Exit mobile version