Site icon

મહારાષ્ટ્રમાં કોરોનાની ચોથી લહેરનું જોખમ? માસ્ક ફરજિયાત પહેરવાને લઈને મુખ્યપ્રધાને શું કહ્યું? જાણો વિગતે.

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રમાં(Maharashtra) ગયા મહિનાની સરખામણીમાં કોરોનાના દર્દીઓની(Covid19 patients) સંખ્યા વધી રહી છે, તેથી કોરોના ચોથી લહેરનું(Covid19 fourth wave) જોખમની શક્યતા વ્યક્ત થઈ રહી છે ત્યારે રાજ્યના  તમામ જિલ્લા કલેક્ટરે મુખ્યમંત્રી  ઉદ્ધવ ઠાકરેને(CM uddhav thackeray) રાજ્યમાં માસ્ક(Masks) ફરી ફરજિયાત કરવાની માંગ કરી હોવાનું માનવામાં આવે છે.

Join Our WhatsApp Community

રાજ્યમાં કોરોનાના દર્દીઓની વધતી સંખ્યાને લઇને બુધવારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને તમામ જિલ્લાના જિલ્લા કલેક્ટરોની બેઠક યોજાઈ હતી. બેઠકમાં માસ્કના મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. દરમિયાન, મુખ્યમંત્રીએ(CM) જિલ્લા કલેકટરને માસ્ક પહેરવા અંગે નાગરિકોમાં(citizens) જાગૃતિ લાવવા નિર્દેશ આપ્યા છે. તેમ જ લોકો કોરોનાને લગતા નિયમનું પાલન(Covid19 rules) કરશે તો ફરી લોકડાઉનની આવશ્યકતા ઊભી થશે નહીં. 

ગુડી પડવાના દિવસે  રાજ્ય સરકારે(State govt) મહારાષ્ટ્રમાં માસ્ક પહેરવાનું સ્વૈચ્છિક કર્યું હતું. જો કે, કોરોનાની કેસની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને, કોવિડ ટાસ્ક ફોર્સે(Covid task force) સિનેમા, થિયેટર, ઓડિટોરિયમ અને મોલ જેવી ભીડવાળી મર્યાદિત જગ્યાઓ પર માસ્ક પહેરવાનું સૂચન કર્યું છે. આ પૃષ્ઠભૂમિમાં બુધવારે આ બેઠક યોજાઈ હતી. આ દરમિયાન મુખ્યમંત્રીએ બેઠકમાં રાજ્યમાં રસીકરણ અને કોરોના ટેસ્ટિંગ વધારવા પર ધ્યાન આપવાનો નિર્દેશ પણ આપ્યો હતો. 

આ સમાચાર પણ વાંચો :  એસબીઆઈ બેંકે ખાતાધારકોને કર્યા સાવધાન, બેંકે બે નંબર જાહેર કરીને છેતરપિંડી થવાની આશંકા વ્યક્ત કરી. ઘ્યાન થી તપાસી લ્યો આ નંબર. 

આ દરમિયાન, આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ(rajesh tope) કહ્યું છે કે સરકાર ભીડવાળી જગ્યાઓ પર માસ્ક પહેરવાનુ ફરજિયાત કરવા બાબતે વિચાર કરી છે. મહારાષ્ટ્રમાં હાલની સ્થિતિ ચિંતાજનક નથી. રાજ્ય હાલ સેફ ઝોનમાં છે. બુધવારે 929 સક્રિય કેસ હતા. મહારાષ્ટ્ર દર લાખે 7 કેસ છે. ટેસ્ટિંગ વધારવાનો નિર્ણય લીધો છે.  ટ્રેકિંગ પણ કરવામાં આવવાની છે.  પોઝિટિવ કેસોની જીનોમ સિક્વન્સિંગ કરવામાં આવશે. 

 

Drone: ડ્રોન (Drone) પાયલોટ બની રાજકોટની શ્રદ્ધાબેન સોરઠીયાએ લખ્યો આત્મનિર્ભરતાનો નવો ઇતિહાસ
Virar Rename Dwarkadhish Controversy: વિરારનું નામ બદલીને ‘દ્વારકાધીશ’ રાખવાની હિલચાલ? ઉત્તર ભારતીયોનું સમર્થન પણ સોશિયલ મીડિયા પર વિરોધનો વંટોળ.
Maharashtra Weather: ઠંડીમાં ઠર્યું મહારાષ્ટ્ર: પરભણીમાં 6.8 ડિગ્રી સાથે લઘુત્તમ તાપમાન ગગડ્યું, હવે મુંબઈગરાઓએ છત્રી રાખવી પડશે તૈયાર
Bengaluru: બેંગલુરુમાં ગેરકાયદે માઇનિંગથી દીપડાઓના મોતનો મામલો ગરમાયો: મુખ્યમંત્રીએ આપ્યા ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ
Exit mobile version