Site icon

આઈઆઈટી મદ્રાસમાં કોરોનાના વધુ ૩૧ કેસો આવતા ચકચાર.

News Continuous Bureau | Mumbai

તમિલનાડુમાં(Tamilnadu) કોરોનાના કેસોમાં(Covid cases) વધારો જોવા મળી રહ્યો છે. મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને(Chief Minister MK Stalin) સોમવારે કલેક્ટરો અને જિલ્લા આરોગ્ય અધિકારીઓને(Health workers) રાજ્યમાં કોવિડ-૧૯ના પ્રસાર પર વહેલી તકે નિયંત્રણ લાવવા માટે બધા પ્રયાસ કરવાના નિર્દેશ આપ્યા છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી મા સુબ્રમણ્યમએ આ માહિતી આપી. આ ઉપરાંત પ્રમુખ આરોગ્ય સચિવ જે રાધાકૃષ્ણ કલેક્ટરોને લખેલા પોતાના પત્રમાં બૂસ્ટર ડોઝના વધુમાં વધુ લોકોને આપવાની હાકલ કરી છે.  બીજી તરફ તમિલનાડુની ભારતીય પ્રોદ્યોગિકી સંસ્થા, મદ્રાસમાં કોવિડ-૧૯એ હાહાકાર મચાવવો શરુ કરી દીધો છે. મંગળવારે કોરોના પૉઝિટિવ દર્દીઓના(Positive patients) વધુ ૩૧ નવા કેસ નોંધાયા છે. તમિલનાડુ આરોગ્ય વિભાગ(health department) દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ હવે કોરોના પૉઝિટિવ કેસની કુલ સંખ્યા ૧૧૧ થઈ ચૂકી છે. તમને જણાવી દઈએ કે આઈઆઈટી મદ્રાસમાં(IITmadras) કોવિડ-૧૯ કેસોની કુલ સંખ્યા રવિવારે ૬૦ થઈ ગઈ હતી. વળી, એક દિવસ પહેલા ૫૫ કેસ સામે આવ્યા હતા. આરોગ્ય વિભાગે વાયરસના પ્રસારને નિયંત્રિત કરવામાં સાવધાની રાખવાના આદેશ આપ્યા હતા.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રમાં ફરી માસ્ક ફરજિયાત? ટાસ્ક ફોર્સે કોરોનાની ચોથી લહેરને લઈને આપી આ ચેતવણી. જાણો વિગતે.

Maharashtra Rain: મહારાષ્ટ્રમાં વરસાદનું તાંડવ, મરાઠવાડા અને વિદર્ભમાં અતિવૃષ્ટિ; જાણો ક્યાં કેવી છે સ્થિતિ
Bike Taxi: મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય, માત્ર આટલા રૂપિયામાં શરૂ થશે બાઈક ટેક્સીનો પ્રવાસ
Devendra Fadnavis: CM ફડણવીસની બેઠકમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણય, આરોગ્ય ક્ષેત્રમાં થયા ક્રાંતિકારી ફેરફાર
Acharya Devvrat: મહારાષ્ટ્રના રાજ્યપાલ તરીકે શપથ ગ્રહણ કરતા ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
Exit mobile version