Site icon

આને કહેવાય મુખ્યમંત્રી.ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથની ખુલ્લી ચીમકી પછી 17000 જગ્યાઓ પર મસ્જિદો એ લાઉડસ્પીકર નો અવાજ ઘટાડ્યો. તો આટલી જગ્યાઓ પરથી લાઉડ સ્પીકર ગાયબ.જાણો વિગતે

News Continuous Bureau | Mumbai  

ઉત્તર પ્રદેશના(UP) મુખ્યમંત્રી(CM)યોગી આદિત્યનાથ(Yogi adityanath) તડફડ નિર્ણય લેવા અને સ્પષ્ટ બોલવા માટે જાણીતા છે. બાદ યોગી આદિત્યનાથે લાઉડસ્પીકરને(Loudspeaker) લઈને ખુલ્લી ચીમકી આપી હતી, તેને પગલે રાજ્યમા 17000 જગ્યાઓ પર મસ્જિદોમાં(Masjid) લાઉડસ્પીકરનો અવાજ ધટાડી દેવામાં આવ્યો હતો. એટલું જ નહીં પણ 125 જગ્યા પરથી લાઉડસ્પીકરને હટાવી પણ દેવામાં આવ્યા હતા.

Join Our WhatsApp Community

તાજેતરમાં શોભાયાત્રા અને ધાર્મિક જુલુસ મંજૂરી વગર નહીં કાઢવો યોગીનાથે આદેશ આપ્યો હતો. ત્યારબાદ ધાર્મિક સ્થળો(Religious places) પર લાઉડસ્પીકર વગાડવાને લઈને તેમણે સખતાઈ પૂર્વક વલણ અપનાવ્યું હતું, તેથી રાજ્યના 17,000 લાઉડસ્પીકરનો અવાજ ધીમો થઈ ગયો છે. તો 125 જગ્યાએથી લાઉડસ્પીકર હટી ગયા છે. રાજ્યમાં લાઉડસ્પીકરને લઈને હાઈ કોર્ટે(High court) આપેલા નિર્દેશોનું પાલન કરવામાં આવી રહ્યું હોવાની પોલીસનું કહેવું છે.

આ સમાચાર પણ વાંચો : ઉદ્ધવ ઠાકરેની ખુલ્લી ધમકી. લાઉડસ્પીકર મામલે આપ્યું આ નિવેદન.. જાણો વિગતે

ઉત્તર પ્રદેશના લો એન્ડ ઓર્ડરના(Law and order) અધિકારીના કહેવા મુજબ ઉત્તર પ્રદેશમાં લાઉડસ્પીકરને લઈને લગભગ 37,344 ધર્મગુરુઓ સાથે વાત થઈ ગઈ છે. 

અહીં ઉલ્લેખનીય છે કે દેશમાં સાંપ્રદાયિકતા(Sectarianism) જાળવી રાખવાના ઈરાદે મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિથી(birthplace of Shri Krishna) લાઉડસ્પીકર હટાવી દેવામાં આવ્યા છે. ગોરખનાર મંદિરના(Gorakhnar temple) પરિસરમાં લાઉડ સ્પીકર નો અવાજ ઘટાડી નાખવામાં આવ્યો છે. એ સિવાય કાનપૂર, લખનૌ, નોએડા સહિતના શહેરમાં આવેલા ધાર્મિક સ્થળો પરથી પણ લાઉડ સ્પીકર હટાવી દેવામાં આવ્યા છે, તો અમુક જગ્યાએ અવાજ ઓછો કરવામાં આવ્યા છે.

 

Mumbai CNG: મુંબઈ સહિત થાણેમાં સીએનજી ગેસની અછત; ૪૫% જાહેર પરિવહન ઠપ્પ, મુસાફરોનું દૈનિક સમયપત્રક ખોરવાયું
Ladki Behen Yojana: લાડકી બહેન યોજના’ ના ઈ-કેવાયસીની પ્રક્રિયામાં ‘આ’ તારીખ સુધી મુદત વધારાઈ; મહિલાઓને મળી મોટી રાહત
Mumbai: મુંબઈમાં ‘ઓપરેશન ક્લીન’: ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ પર મહારાષ્ટ્રની સૌથી મોટી કાર્યવાહી! અત્યાર સુધીમાં આટલા ઘૂસણખોરોને દેશમાંથી હાંકી કઢાયા
Gujarat Fire: ગુજરાતમાં મોટો અગ્નિકાંડ! ચાલુ એમ્બ્યુલન્સમાં લાગી ભીષણ આગ, નવજાત શિશુ સહિત આટલા લોકો થયા જીવતા ભડથું
Exit mobile version