News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રમાં(maharashtra) હનુમાન ચાલીસા વિવાદ(hanuman chalisa) વચ્ચે NCPની મહિલા નેતા ફહમીદા હસન ખાને( Fahmida Hassan Khan.) ગૃહમંત્રી અમિત શાહને(Amit shah) પત્ર લખ્યો છે.
તેમણે પીએમ મોદીના(PM modi) આવાસની બહાર હનુમાન ચાલીસા, દુર્ગા ચાલીસા(Durga chalisa), નમાઝ(Namaz ), નવકાર જેવા મંત્રોના પાઠ કરવાની પરવાનગી માંગી છે.
સાથે તેમણે કહ્યું કે પીએમ મોદીના ઘરની બહાર તમામ ધર્મના પાઠ કરવા માટેનો દિવસ અને સમય જણાવો.
ફહમિદા હસનનું કહેવું છે કે તે હંમેશા હનુમાન ચાલીસાનો પાઠ કરે છે અને પોતાના ઘરે દુર્ગા પૂજા કરે છે. પરંતુ દેશમાં જે રીતે મોંઘવારી(Inflation) અને બેરોજગારી(Unemployement) વધી રહી છે તે જોતા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી(narendra modi) જાગે તે જરૂરી બન્યું છે.
ઉલ્લેખનીય ચે કે તાજેતરમાં રાણા દંપતીએ CM ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન ‘માતોશ્રી’ની બહાર હનુમાન ચાલીસાનો પાઠ કરવાની ઘોષણા કરી હતી. હાલ કોર્ટે બંને નેતાઓને 14 દિવસની ન્યાયિક ક્સટડિમાં મોકલ્યા છે.
આ સમાચાર પણ વાંચો : ‘લતા દીદી’ના પ્રથમ એવોર્ડ સમારોહની આમંત્રણ પત્રિકામાં CM ઠાકરેનું નામ ગાયબ, જિતેન્દ્ર આવ્હાડે મંગેશકર પરિવાર સામે વ્યક્ત કરી નારાજગી; કહી આ વાત…
