News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અને NCP નેતા અનિલ દેશમુખની તબિયત જેલમાં બગડી છે.
તેઓ બાથરૂમમાં પડી ગયા હતા. તેમને મુંબઈની જેજે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
અહીં તેમના ખભાની સર્જરી કરવામાં આવી શકે છે.
CBIએ 100 કરોડ વસૂલી કેસ મામલે અનિલ દેશમુખ, સચિન વઝે અને કુંદન શિંદેને કસ્ટડીમાં લીધા છે. આ તમામને CBI દિલ્હી લઈ જઈને પૂછપરછ કરવાની છે.
100 કરોડ વસૂલી કેસ મામલે CBI અનિલ દેશમુખને પણ કસ્ટડીમાં લેવાની હતી, પરંતુ અનિલ દેશમુખની તબિયત લથડતાં તેમને જેજે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.
ઉલ્લેખનીય છે કે મની લોન્ડરિંગ કેસમાં ED દ્વારા ધરપકડ કરવામાં આવ્યા બાદ તે છેલ્લા છ મહિનાથી જેલમાં છે.
આ સમાચાર પણ વાંચો : ભારે ગરમી વચ્ચે મહારાષ્ટ્રના આ ભાગોમાં પડશે કમોસમી વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
