Site icon

ભાજપના સાંસદ વરુણ ગાંધી અને સંજય રાઉત વચ્ચે 3 કલાક ચર્ચા. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

ભાજપના સાંસદ વરુણ ગાંધીને શિવસેનાના પ્રવક્તા અને સાંસદ સંજય રાઉતે પોતાના દિલ્હી ખાતેના નિવાસસ્થાને ડિનર માટે આમંત્ર્યા હતા. આ દરમિયાન બંને વચ્ચે ત્રણ કલાક ચર્ચા ચાલી હતી, જે રાજ્કીય સ્તરે ચર્ચાનો વિષય બની ગયો છે.
દિલ્હીમાં વરુણ ગાંધી અને સંજય રાઉત વચ્ચે મંગળવારે આ બેઠક થઈ હતી. સંજય રાઉતના ડીનરના આમંત્રણનો વરુણ ગાંધીએ સ્વીકાર કર્યો હતો. બંને વચ્ચે ત્રણ કલાક લાંબી શું ચર્ચા થઈ તેની વિગત હજી બહાર આવી નથી.

Join Our WhatsApp Community

મહારાષ્ટ્રમાં 25 વર્ષ સુધી યુતીમાં સાથે રહેલા શિવસેના અને ભાજપ વચ્ચે મહારાષ્ટ્રની 2019ની ચૂંટણી બાદ ખટરાગ થયો હતો. બંને પક્ષ હવે એકબીજાના  જાની દુશ્મનની માફક વર્તી રહ્યા છે. એકબીજા પર ટીકા કરવામાં કોઈ કચાશ છોડતા નથી. ત્યારે રાષ્ટ્રીય સ્તરે વરુણ ગાંધી અને સંજય રાઉત વચ્ચે મહત્વની બેઠકને પગલે શું રંધાઈ રહ્યું છે તે ચર્ચાનો વિષય બની ગયો છે.

આ સમાચાર પણ વાંચો: રાહતના સમાચાર. આ તારીખથી મહારાષ્ટ્રમાં કોરોનાના તમામ નિયંત્રણોમાંથી મળશે મુક્તિ, જોકે આ નિયમ યથાવત રહેશે; જાણો વિગતે  

અહીં ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી વરુણ ગાંધી ભાજપથી નારાજ છે. વરુણ ગાંધીએ ઉત્તર પ્રદેશમાં પિલીભીતના સાંસદ છે. ગયા વર્ષે ઓક્ટોબરમાં તેમણે ટ્વીટર પર પોતાના એકાઉન્ટમાંથી ભાજપનું નામ હટાવી દીધું હતું. એટલું જ નહીં પણ વિધાનસભાની ચૂંટણી દરમિયાનથી તેઓ ખેડૂતોના મુદ્દા પર ભાજપને સવાલ કરી રહ્યા છે. તેથી બહુ જલદી તેઓ ભાજપથી છેડો ફાડે એવું પણ ચર્ચાઈ રહ્યુ છે. એવામાં સંજય રાઉત સાથેની તેમની ડીનર ડિપ્લોસી બાદ ફરી તેઓ ભાજપને છોડવાના હોવાની અનેક અફવાએ ફરી જોર પકડયું છે.

Delhi Blast: દિલ્હી બ્લાસ્ટની તપાસ તેજ: અલ ફલાહ યુનિવર્સિટીના ચેરમેનને સમન્સ જારી, યુનિવર્સિટીની ભૂમિકા શંકાના દાયરામાં
Nagpur Fire: મહારાષ્ટ્રમાં 32 પશુઓ જીવતા બળ્યા, કતલખાને જતા પહેલા જ કરૂણ અંજામ
Bihar Cabinet: બિહારના રાજકારણમાં ગરમાવો: BJP-JDUમાં મંત્રીમંડળ પર ખેંચતાણ, 12-22 નહીં પણ 50-50ની શક્યતા! બિહારના રાજકારણમાં ગરમાવો
Fake PMO Secretary: મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીના કાર્યક્રમમાં PMOનો નકલી સચિવ બનીને ફરતો શખ્સ ઝડપાયો, સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ
Exit mobile version