Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના આટલા ગામના ખેડૂતોએ વીજળીના બાકી રહેલા બિલ ચૂકવી દીધા, મહાવિતરણને થઈ રાહત; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,19 જાન્યુઆરી 2022    

Join Our WhatsApp Channel

બુધવાર.

આર્થિક કટોકટીનો સામનો કરી રહેલા મહારાષ્ટ્રના વીજ મહાવિતરણને થોડી રાહત મળી છે.  રાજ્યના 1280 ગામના ખેડૂતોએ પોતાના બાકી રહેલા વીજળીના બિલ ચૂકવી દીધા છે. એટલે ગામ ડિફોલ્ટરની યાદીમાંથી બહાર આવી ગયા છે.

રાજ્યની કૃષીપંપ વીજજોડણી પોલીસી હેઠળ રાજ્યના 1280 ગામના ખેડૂતોએ પોતાના વીજળીના બાકી રહેલા બિલ પૂરેપૂરા ચુકતા કરી દીધ છે. બાકી રહેલા વીજળીના બિલ ભરનારા ખેડૂતોની સંખ્યા 3,75,254 જેટલી મોટી છે. બાકી રહેલા વીજળીના બિલની રકમ લગભગ બે હજાર 63 કરોડ રૂપિયા જેટલી હોવાનું કહેવાય છે.

વધુ એક પોલીટીશ્યન કોરોનાની ચપેટમાં.  સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવા વિનંતી કરી.

રાજયના ખેડૂતો પાસેથી લગભગ 45,000 કરોડ રૂપિયાના વીજળીના બિલ વસૂલવાના બાકી છે. વીજળીના બાકી રહેલા બિલની રકમ વસૂલ કરવા માટે સરકાર કૃષિ પંપ વીજ જોડણી પોલિસી લાવી હતી. તેમાં બાકી રહેલા વીજળીના બીલની રકમમાં લગભગ 66 ટકા રાહત આપવામાં આવી હતી. તેનો લાભ લઈને 3,75,254 ખેડૂતોએ તેમના બાકી રહેલા બિલ ચૂકવી દીધા હતા. તેને કારણે રાજ્યના 1280 ગામ ડિફોલ્ટરની યાદીમાંથી બહાર આવી ગયા છે. તો 19 લાખ 58 હજાર ખેડૂતોએ આ યોજનામાં ભાગ લેવા પોતાના નામ નોંધાવ્યા છે. 31 માર્ચ સુધી બાકી રહેલા વીજળીના બિલના 50 ટકા રકમ ભરનારાઓને બાકીની રકમ માફ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે.

Thane Police Mobile Recovery ઠાણે પોલીસની સફળ કામગીરી સીઇઆઇઆર પોર્ટલની મદદથી ૧૯ લાખથી વધુ કિંમતના ૧૮૦ ગુમ થયેલા મોબાઇલ ફોન કરાયા હસ્તગત
Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Exit mobile version