ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 23 ડિસેમ્બર 2021
ગુરુવાર
યુવાનો નશાને છોડીને સ્પોર્ટ્સને અપનાવે તે હેતુથી સુરત શહેર પોલીસ દ્વારા નેશનલ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશીપનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશભરના રાજ્યોમાંથી આવેલા ખેલાડીઓને મ્હાત આપીને સુરતની ૩ સગી બહેનોએ આ ચેમ્પિયનશીપમાં પોતાનો પાવર બતાવ્યો હતો. આ સ્પર્ધામાં રાયકવાલ પરિવારની ત્રણ સગી બહેનોએ અલગ અલગ કેટેગરી અને સ્પર્ધામાં ભાગ લઈને ગોલ્ડ,સિલ્વર સહિત ચેમ્પિયન ઓફ ચેમ્પિયનનો ખિતાબ જીત્યો હતો.
પંજાબના લુધિયાનાની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં સ્ફોટ, બેના મોત, અનેક જખમી; સીએમ ચન્નીએ આપ્યા આ આદેશ
સુરત પોલીસ દ્વારા કતારગામ ખાતે આવેલા કોમ્યુનિટી હોલમાં યોજાયેલી પાવર લિફ્ટિંગની ચેમ્પિયનશીપમાં દેશભરના ખેલાડીઓની સાથે સાથે રાજ્યના અને સુરતના ખેલાડીઓએ પણ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં સુરતમાં રહીને ચા-નાસ્તાની લારી ચલાવતાં પિતાની ૩ દીકરીઓએ પણ ઝૂકાવ્યું હતું. ત્રણેય સગી બહેનોએ ભલભલાને હરાવીને સ્પર્ધામાં ટ્રોફિ મેળવી હતી. આ સ્પર્ધામાં નિલમ રાયકવાલને ૬૩ કિલો કેટેગરીમાં ગોલ્ડ મેડલ, સોનુ રાયકવાલને ૭૨ કિલો કેટેગરીમાં સિલ્વર મેડલ અને મોનુ રાયકવાલને ૫૭ કિલો કેટેગરીમાં ચેમ્પિયન ઓફ ચેમ્પિયન ગોલ્ડ મેડલ મળ્યો હતો. નિલમ રાયકવાલે જણાવ્યું હતું કે, દેશમાં જે રીતે નશાનું દૂષણ વધી રહ્યું છે તેને હટાવવા માટે પોલીસ દ્વારા આ સારો પ્રયોગ કરવામાં આવ્યો છે. નશાથી બદહાલી સર્જાય છે. જ્યારે સ્પોર્ટથી ખુશહાલી સર્જાય છે. મન અને તન બન્ને તંદુરસ્ત રહે છે. દેશ પણ સારા યુવાનોથી આગળ વધે છે. પોતાનુ શરીર તંદુરસ્ત રહેવાની સાથે સાથે આઈક્યુ પણ વધે છે. જેથી તમામ યુવાનોએ નશો છોડી સ્પોર્ટસ તરફ આગળ વધવું જાેઈએ.
