Site icon News Continuous Bureau | Mumbai

અમે તો પરંપરા પ્રમાણે જ વિસર્જન કરીશું, કોલ્હાપુરમાં એક ઠેકાણે કોરોનાના બધા જ નિયમો નેવે મુકાયા અને ઉપરથી પોલીસ સાથે કર્યો વિવાદ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 20 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Channel

સોમવાર

મુંબઈ સહિત આખા મહારાષ્ટ્રમાં ગણેશોત્સવમાં મૂર્તિની ઊંચાઈ સહિત કેટલાક નિયમો રાજ્ય સરકારે લાગુ કર્યા હતા. આ નિયમોનું પાલન કરાવવા માટે ઠેરઠેર પોલીસો પણ તહેનાત હતા. છતાં ઘણી જગ્યાએ સરકારી નિયમો ભંગ થયા હતા. કોલ્હાપુરના એક ગણેશ મંડળમાં વિસર્જન સમયે પરંપરા સામે કોરોના નિયમોના ઉલ્લંઘન બાબતે પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે વિવાદ છેડાયો હતો.

શું આજે કંગના ની ધરપકડ થશે? પંગા‌ ક્વિન માટે મોટો દિવસ. જાણો વિગત

આ મંડળે દર વર્ષની પરંપરાને પકડી રાખતાં ગણેશચતુર્થીના દિવસે ૨૧ ફૂટ ઊંચી મૂર્તિ મંડપમાં લાવી હતી અને એટલું જ નહિ પારંપારિક વાદ્યો વગાડીને મૂર્તિની સ્થાપના કરી હતી, ત્યારે મંડળ વિરુદ્ધ પહેલાંથી જ ગુનો દાખલ થયો હતો. ગઈ કાલે વિસર્જનના દિવસે પણ નિયમોનું ઉલ્લંઘન કરીને આ મંડળના લોકોએ સવારથી મૂર્તિને મંડપ બહાર રાખી હતી અને વિસર્જનમાં આવનારા લોકોની ભીડ પણ જામી ગઈ. આ મામલે પોલીસ અને મંડળના કાર્યકર્તાઓ વચ્ચે શાબ્દિક જંગ થઈ હતી. ત્યાર બાદ ૨૧ ફૂટની મૂર્તિનું ઈરાની તળાવમાં વિસર્જન થયું.

Fake FMGE Certificate Scam Busted પરીક્ષામાં નાપાસ થયેલા વિદેશી મેડિકલ ગ્રેજ્યુએટ્સને બોગસ સર્ટિફિકેટ વેચનારો મુખ્ય સૂત્રધાર અને બે ઉમેદવારો ઝબ્બે
Maharashtra Drought Crisis મહારાષ્ટ્રમાં ઘેરાયું દુષ્કાળનું સંકટ 265 બાદ હવે વધુ 19 તાલુકાઓમાં થશે પાક નુકસાનીનો સર્વે, સરકાર દ્વારા આદેશ જારી
Justice Bagchi Remarks Shiv Sena Hearing ‘જેમણે બંધારણીય પાપ કર્યું…’ શિવસેના કેસની સુનાવણીમાં જસ્ટિસ બાગચીની આકરી ટિપ્પણી; શિંદે કે ઠાકરે, કોની મુશ્કેલી વધશે?
Shiv Sena Symbol Hearing Concluded શિવસેના પક્ષ અને ચિહ્ન અંગેની સુનાવણી પૂર્ણ સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો, મહારાષ્ટ્રના રાજકારણમાં ભારે ઉત્સુકતા
Exit mobile version