ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 7 ઓગસ્ટ 2021
શનિવાર
રાષ્ટ્રવાદી કોંગ્રેસના અધ્યક્ષ શરદ પવાર હાલ કર્ણાટકના પ્રવાસે છે. તેમણે કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇ ની મુલાકાત કરી હતી. આ ઉપરાંત તેમણે કર્ણાટકના રાજ્યપાલ ની મુલાકાત પણ લીધી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે પોતાની મુલાકાત દરમિયાન તેમણે કોલ્હાપુર અને તેની આસપાસના વિસ્તારમાં આવેલા પુર સંદર્ભે ચર્ચા કરી હતી.
ઉલ્લેખનીય છે કે કૃષ્ણા નદીના પાણીને કારણે આ પુર આવ્યા હતા. જોકે તેમની બેઠક ના અમુક રાજકીય અર્થ પણ કાઢવામાં આવી રહ્યા છે.
મુંબઈ શહેરમાં ફરી એક વખત ધમકીભર્યા ફોનનો સિલસિલો ચાલુ થયો. આ જગ્યાઓ પર સુરક્ષા વધારવામાં આવી.
