એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પૂર્વ ગૃહ પ્રધાન અને એનસીપી નેતા અનિલ દેશમુખ વિરુદ્ધ કાર્યવાહી કરતા સંપત્તિ જપ્ત કરી છે.
ઇડીએ ગઈકાલે અનિલ દેશમુખની બે સંપત્તિ જપ્ત કરી હતી. ઇડી અધિકારીઓએ મિલકતની કિંમત 4.20 કરોડ રૂપિયા હોવાનું અનુમાન લગાવ્યું હતું. પરંતુ આ કિંમત ખરીદ કિંમત છે.
હવે એક મીડિયા હાઉસના અહેવાલમાં દાવો કરાયો છે કે ઇડી દ્વારા જપ્ત કરાયેલી સંપત્તિની વર્તમાન કિંમત આશરે 350 કરોડ રૂપિયા છે.