Site icon

અરેરે-મુખ્ય પ્રધાન શિંદેના ગઢ થાણેમાં રસ્તાના ખાડાએ એક યુવકનો લીધો ભોગ

 News Continuous Bureau | Mumbai

મુંબઈ, થાણે સહિત સમગ્ર રાજ્યમાં રસ્તાઓ પર ઠેર ઠેર ખાડાઓ(potholes ) પડ્યા છે. રસ્તાના પરના ખાડાએ ગયા અઠવાડિયામાં બોરીવલીમાં (Borivali) એક દંપત્તિનો ભોગ લીધો હોવાનો બનાવ તાજો છે. ત્યારે રવિવારે થાણેમાં(Thane) મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના(CM Eknath Shinde) હોમ ગ્રાઉન્ડ કહેવાતા થાણેમાં રસ્તા પરના ખાડામાં મોટરબાઈક (motorbike) સ્કીડ થતા 22 વર્ષના યુવકનું મૃત્યુ થયું હતું.

Join Our WhatsApp Community

મીડિયામાં આવેલા અહેવાલ મુજબ રવિવાર રાતના લગભગ 8 વાગ્યાની આસપાસ 22 વર્ષનો ગણેશ વિઠ્ઠલ ફલે (Ganesh Vitthal Fale) નામનો યુવક તેની ટીવીએસ જ્યુપિટર(TVS Jupiter) ટુ વ્હીલર પર આગાસન રોડથી દિવા જઈ રહ્યો હતો. એ દરમિયાન રસ્તા પર રહેલા ખાડાને કારણે તેનો બાઈક રસ્તા પર સ્કીડ થઈ ગઈ હતી અને તેનો બાઈક પરથી નિયંત્રણ છૂટી(Bike accident) જતા તે પડી ગયો હતો.

આ દરમિયાન રસ્તા પરથી પસાર થઈ રહેલું ટેન્કર ગણેશ પર ફરી વળ્યું હતું અને ટેંકર ચાલક ભાગી છૂટ્યો હતો. જખમી હાલતમાં રસ્તા પર રહેલા યુકવને નજીક આવેલી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ સારવાર અગાઉ જ  તેને ડોકટરોએ મૃત જાહેર કર્યો હતો.

આ સમાચાર પણ વાંચો: લો બોલો- યુવા સેના નેતાના કાર્યક્રમ માટે નાગપૂરમાં વીજળીની ચોરી- વિડિયો બહાર આવ્યા બાદ મહાવિતરણ જાગી- કરી આ કાર્યવાહી

થાણેમાં રસ્તા પર વધી ગયેલા ખાડા અને ઉપરાઉપરી એક્સિડન્ટના થઈ રહેલા બનાવને પગલે સ્થાનિક નાગરિકોમાં રોષ ફેલાઈ ગયો છે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનું હોમ ગ્રાઉન્ડ હોવા છતાં ખાડાને પગલે રસ્તાની હાલત ખરાબ હોવાથી લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે, છતાં સ્થાનિક પ્રશાસન અને મુખ્યમંત્રી દ્વારા ઉપેક્ષા કરવામાં આવી રહી હોવાનો ગુસ્સો લોકોમાં જણાઈ રહ્યો છે.

પોલીસના જણાવ્યા મુજબ મૃતક યુવકનું નામ ગણેશ ફલે હતું અને તે દિવમાં અગાસન રોડ પર ઓમકાન નગરમાં રહેતો હતો. પોલીસે ગુનો નોંધી આ કેસમાં તપાસ આદરી હતી.
 

Babri Masjid: બંગાળમાં બાબરી વિવાદ વકર્યો: મસ્જિદનો પાયો નાખવા મુદ્દે ઉકળતો ચરૂ, હુમાયુ કબીરના સમર્થકો ‘ઇંટ’ લઈને નીકળ્યા!
Maharashtra Nikaya Elections: સુપ્રીમનો મોટો આદેશ: મહારાષ્ટ્ર સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના પરિણામો ૨૧ ડિસેમ્બરે જ જાહેર કરવા મંજૂરી, રાજકારણમાં ગરમાવો!
Wild elephant: જંગલી હાથીઓ સામે હાર: ‘કરવાનું શું?’ વન વિભાગ પાસે કોઈ ઉકેલ નહીં, ગૂંચવાયેલી સ્થિતિમાં મોટો પડકાર!
Indigo: પુણે-મુંબઈ વિમાન ટિકિટના દરોમાં થયો અધધ આટલો વધારો, ઇન્ડિગોના સમયપત્રક ખોરવાતા હવાઈ યાત્રા મોંઘી.
Exit mobile version