ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 3 જૂન 2021
ગુરુવાર
મહારાષ્ટ્રમાં કોરોના ધીમે-ધીમે નિયંત્રણમાં આવી રહ્યો છે તેમ જ બ્રેક ધ ચેઇન હેઠળ અમુક નિયંત્રણો પણ શિથિલ કર્યાં છે, પરંતુ રાજ્યના અનેક જિલ્લાનાં ગામડાંઓમાં હજી સુધી કોરોના નિયંત્રણમાં આવ્યો નથી. તેથી મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ગામડાંઓને કોરોના મુક્ત કરવા માટે અનોખું અભિયાન હાથમાં લીધું છે. ગામડાંઓને કોરોના મુક્ત કરવા મહત્વનો ભાગ ભજવનાર પંચાયતોને પુરસ્કાર આપવામાં આવશે. પ્રથમ પુરસ્કાર 50 લાખ રૂપિયાનો, બીજો પુરસ્કાર 25 લાખ રૂપિયાનો અને ત્રીજો પુરસ્કાર 15 લાખ રૂપિયાનો હશે.
