ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
11 માર્ચ 2021
ગુજરાતમાં કોરોના કેસ દરરોજ વધી રહ્યા છે આ પરિસ્થિતિ ને ધ્યાનમાં લઈને ગુજરાત હાઈકોર્ટે મહત્વનું નિવેદન કર્યું છે.
ગુજરાતમાં વધતા કેસો પર ચિંતા વ્યક્ત કરતા ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ આપ્યા છે કે કોરોના માટે વધુ પર્યાપ્ત સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે. સાથે જ એવી ચીમકી ઉચ્ચારી છે કે જે રીતે કોરોના ના કેસ વધી રહ્યા છે તે રીતે શક્ય છે કે રાજ્ય સરકાર ગુજરાતમાં લોકડાઉન લાગુ કરી દે.
સરકારી હોસ્પિટલ અને મેડિકલ કોલેજોમાં અપર્યાપ્ત સુવિધાઓને કારણે થયેલી અરજી પર સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કહ્યું કે હાલ વધુ ધ્યાન રાખવાની જરૂર છે.
ઉલ્લેખનીય છે કે એક તરફ મહારાષ્ટ્રના નાગપુરમાં લોકડાઉન લાગી ચૂક્યો છે, તેમજ મુંબઈ શહેર પર લોકડાઉન ની તલવાર લટકી રહી છે. આ પરિસ્થિતિમાં હવે એવું લાગી રહ્યું છે કે ગુજરાતમાં પણ સરકાર કોઈ પગલું લે.