શિવસેનાના નેતા-સાંસદ સંજય રાઉતે તેમના પર આરોપ લગાવનારને ખુલ્લી ધમકી આપી છે.
તેમણે કહ્યું, આરોપ લગાવનાર પુરવાર કરી નહીં શકે તો હું તેમને ઇડીની ઓફિસની બહાર ચપ્પલથી મારીશ.
ઉલ્લેખનીય છે કે, ઇડી પંજાબ ઍન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ બૅન્કના કરોડોના કૌભાંડમાં સંજય રાઉતની પત્ની વર્ષા રાઉત પુછપરછ કરી રહી છે .
