ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
6 જુન 2020
કેરળમાં ગર્ભવતી હાથીના મો માં ફટાકડા ફૂટયા બાદ તેનું મોત નીપજ્યું હતું, જેને લીધે દેશવ્યાપી આક્રોશ ફેલાયો હતો, હવે હિમાચલ પ્રદેશમાં ઘઉંના લોટમાં મૂકી ફટાકડા ખવડાવતા ગર્ભવતી ગાયને ઇજા પહોંચાડી હોવાનો એક વીડિયો ફરતો થયો છે. બિલાસપુર જિલ્લાના જાંડુતા વિસ્તારમાં 26 મેના રોજ બની હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, "ઘઉંના લોટના દડાની અંદર રાખેલ એલ્લો બોમ્બ પ્રાણીને ખવડાવવામાં આવતો હતો. જ્યારે તે ચાવતી હતી ત્યારે ફટાકડા ફૂટતાં ગાયનું મોઢું લોહી લુહાણ થઈ ગયું હતું "
હિમાચલ પ્રદેશ પોલીસે પ્રાણી પ્રતિ ક્રૂરતા અધિનિયમ હેઠળ કેસ નોંધ્યો છે. "ગાયના માલિકે આરોપ લગાવ્યો છે કે તેના પાડોશીએ જ તેની ગાયને વિસ્ફોટકોથી ભરેલા ઘઉંના લોટનો બોલ ખવડાવ્યો હતો અને તેણે જે કર્યું છે તેનો તેને કોઈ પસ્તાવો નથી. પોલીસ આ બાબતે વધુ કર્યાવાહી કરી રહી છે..
