ઇડી બાદ હવે આવકવેરા વિભાગે બોલાવ્યો સપાટો- જાલનામાં સ્ટીલ કંપની પર દરોડા- 32 કિલો સોનું સહિત મળ્યો અધધ આટલા કરોડ રૂપિયાનો પહાડ- જુઓ વીડિયો

News Continuous Bureau | Mumbai

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ(ED) બાદ હવે ઈન્કમ ટેક્સ વિભાગ(Income tax department) પણ એક્શનમાં જોવા મળી રહ્યું છે. પશ્ચિમ બંગાળ(West Bengal) બાદ મહારાષ્ટ્ર(Maharashtra)માં પણ ઈન્કમ ટેક્સ વિભાગની રેડ(Raid)માં મોટા પ્રમાણમાં રકમ મળી છે. 

Join Our WhatsApp Community

મીડિયા રિપોર્ટ મુજબ મહારાષ્ટ્રના જાલનામાં, આવકવેરા વિભાગે સ્ટીલ, કાપડના વેપારી અને રિયલ એસ્ટેટ ડેવલપર પર દરોડા પાડ્યા છે, જેમાં વિભાગને મોટી માત્રામાં બેનામી સંપત્તિ(property) મળી આવી છે. લગભગ 390 કરોડની બેનામી સંપત્તિ ઇન્કમ ટેક્સ વિભાગે(IT department) જપ્ત કરી છે. તેમાં 58 કરોડ રૂપિયા કેશ, 32 કિલો સોનું, ડાયમંડ અને ઘણી પ્રોપર્ટીઓના પેપર મળ્યા છે.

 

રેડમાં મળેલી કેશને ગણવામાં વિભાગને 13 કલાકનો સમય લાગ્યો છે. ઈન્કમ ટેક્સે 1થી 8 ઓગસ્ટની વચ્ચે આ કાર્યવાહી કરી છે. ઈન્કમ ટેક્સ વિભાગની નાસિક બ્રાન્ચે આ કાર્યવાહી હાથ ધરી છે. આ કાર્યવાહીમાં રાજ્યના 260 અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. આઈટીના કર્મચારીઓ પાંચ ટીમોમાં વહેંચાયેલા હતા અને રેડમાં 120થી વધુ ગાડીઓનો ઉપયોગ થયો હતો.

 આ સમાચાર પણ વાંચો : આટલા રૂપિયાથી ઓછી કિંમતના ચાઈનીઝ મોબાઇલ ફોન ભારતમાં નહીં મળે

કાપડ અને સ્ટીલના વેપારીના ઘરેથી મળેલી રોકડની ગણતરી સ્ટેટ બેંક ઓફ જાલના(State Bank of Jalna)ની શાખામાં કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, સવારે 11 વાગ્યાથી રોકડ ગણવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું અને રાત્રે લગભગ એક વાગ્યા સુધીમાં રોકડ ગણવાનું કામ પૂરું થઈ ગયું હતું. ઈન્કમ ટેક્સ વિભાગે મની લોન્ડરિંગ એંગલથી તપાસ શરૂ કરી છે.  

Aam Aadmi Party: પુણે કોર્પોરેશન ચૂંટણીમાં AAPની ધમાકેદાર એન્ટ્રી! 25 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર, સમીકરણો બદલાશે.
Thackeray alliance: ઠાકરે ભાઈઓનો સૌથી મોટો માસ્ટરસ્ટ્રોક! ફોર્મ ભરતા પહેલા કરી શકે છે ઐતિહાસિક જાહેરાત, રાજકારણમાં ભૂકંપ.
Sanjay Raut: ઠાકરે બંધુઓનું સિક્રેટ મિલન BMC ચૂંટણી પહેલા મોટો દાવ? સંજય રાઉતના નિવેદનથી કોંગ્રેસના નેતાઓમાં ચિંતા
Mumbai Pollution: પ્રદૂષણ પર BMCનો એક્શન પ્લાન: મુંબઈમાં હવા પ્રદૂષણ મામલે 36 સ્થળોની તપાસ, કોર્ટમાં રજૂ થયો વિગતવાર રિપોર્ટ
Exit mobile version