Site icon

Namo Sakhi Sangam Mela: ભાવનગરમાં 9થી 12 માર્ચ દરમિયાન “નમો સખી સંગમ મેળા”નું આયોજન, કાર્યક્રમમાં વિવિધ વક્તાઓ, કૃષિ નિષ્ણાતો દ્વારા આપવમાં આવશે માહિતી .

Namo Sakhi Sangam Mela: 9 માર્ચથી 12 માર્ચ, 2025 દરમિયાન ભાવનગરમાં જવાહર મેદાન ખાતે “નમો સખી સંગમ મેળા”નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં વિવિધ વક્તાઓ, કૃષિ નિષ્ણાતો દ્વારા માહિતી આપવમાં આવશે.

Namo Sakhi Sangam Mela Organized From 9th To 12th March in Bhavnagar

Namo Sakhi Sangam Mela Organized From 9th To 12th March in Bhavnagar

News Continuous Bureau | Mumbai

Namo Sakhi Sangam Mela:પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણા અને રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયાનાં નેતૃત્વ હેઠળ લાઇવલીહુડ પ્રમોશન કંપની, ગ્રામ વિકાસ વિભાગ દ્વારા આ મેળો જવાહર મેદાન ખાતે યોજાશે. 

Join Our WhatsApp Community

 ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માન.રાજ્યમંત્રીશ્રી ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય શ્રીમતી નિમુબેન બાંભણિયાનાં કાર્યદક્ષ નેતૃત્વ હેઠળ મહિલા સશક્તીકરણના અભૂતપૂર્વ આયામો સર કરતા આગામી તારીખ 9 માર્ચથી 12 માર્ચ, 2025 દરમિયાન ભાવનગરમાં જવાહર મેદાન ખાતે “નમો સખી સંગમ મેળા”નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં વિવિધ વક્તાઓ, કૃષિ નિષ્ણાતો દ્વારા માહિતી આપવમાં આવશે.

તારીખ 9 માર્ચના રોજ સવારે 10:30 કલાકે “મહિલા-અધિકાર, સમાનતા અને સશક્તિકરણ”નાં વિષય સાથે શ્રીમતી નિમુબેન બાંભણિયા, માન.રાજ્યમંત્રીશ્રી ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય ભારત સરકારના વરદ હસ્તે મેળાને ભાવનગરની જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે. તેમજ ઉદ્ઘાટન કાર્યક્રમ દરમિયાન સ્વ સહાય જૂથો સાથે જોડાઈને જિલ્લાની ગ્રામ્ય મહિલાઓ દ્વારા લખપતિ દીદી, નમો ડ્રોન દીદી અને અન્ય ઉદ્યમો થકી પ્રાપ્ત કરેલી અસાધારણ સફળતાઓની ગાથા રજૂ કરવામાં આવશે. સાથે જ “દીન દયાળ અંત્યોદય યોજના – રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન” અંતર્ગત 03 ગ્રામ સંગઠનોને કોમ્યુનીટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ, 2 સ્વ સહાય જૂથોને કેશ ક્રેડીટ લોનનું વિતરણ અને 40 લખપતી દીદીને શિલ્ડ અને કીટ આપી સન્માનિત કરવામાં આવશે.

તારીખ 10 માર્ચ, 2025ના રોજ સવારે 10:30 થી 01:15 સુધી સ્ત્રી “શક્તિ, મુક્તિ અને પ્રગતિ” વિષય પર લોકપ્રિય મોટીવેશનલ સ્પીકર શ્રી જય વસાવડા દ્વારા પ્રેરક ઉદબોધન આપવામાં આવશે. ઉપરાંત “ગ્રામીણ ઉદ્ધમિતા” વિષય પર ઇરમા, આણંદના વક્તા દ્વારા પણ વક્તવ્ય આપવામાં આવશે. બપોરે 02:30થી 05:00 દરમિયાન “સ્ત્રી સશક્તિકરણ” વિષય પર વિખ્યાત મોટીવેશનલ સ્પીકર સુશ્રી નેહલબેન ગઢવી દ્વારા અને “મહિલા આરોગ્યના વિવિધ પાસા” વિષય પર સુપ્રીન્ટેન્ડન્ટશ્રી, સર ટી. હોસ્પીટલ દ્વારા વક્તવ્ય આપવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો :  International Women’s Day : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીનું કરશે નેતૃત્વ

તારીખ 11 માર્ચના રોજ સવારે 10:30 થી 12:30 દરમિયાન કૃષિ તજજ્ઞો દ્વારા “પ્રાકૃતિક અને ગૌ આધારીત ખેતી” વિષય પર અને બપોરે 3:30 થી 6:10 દરમિયાન “નારી તું નારાયણી” વિષય પર મોટીવેશનલ સ્પીકર શ્રી તુષાર શુક્લા દ્વારા તેમજ “ઉદ્યોગ સાહસિકતા અને સ્ટાર્ટઅપ સંભાવનાઓ” વિષય પર ઈડીઆઈઆઈના સીનિયર પ્રોગ્રામ મેનેજરશ્રી નિશિત પટેલ દ્વારા વક્તવ્ય આપવામાં આવશે.

“આત્મનિર્ભરતા” એ દરેક માણસનુ સપનુ હોય છે. આ સપનાને પૂર્ણ કરવા સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારમા “પંડિત દીન દયાળ અંત્યોદય યોજના – રાષ્ટ્રીય ગ્રામીણ આજીવીકા મિશન” (ડે એનઆરએલએમ)નું જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા અમલીકરણ થઇ રહ્યુ છે.

આ કાર્યક્રમમાં ગુજરાતના તમામ જિલ્લાના મહિલા સ્વ સહાય જૂથો દ્વારા ઉત્પાદિત ચીજ વસ્તુઓને વ્યાપક બજાર ઉપલબ્ધ કરાવવાના હેતુથી 100 વેચાણ કમ પ્રદર્શન સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આર્ટ, ક્રાફ્ટ, ઓર્ગેનિક ફૂડ, હેન્ડલૂમ, બીડ વર્ક, તેમજ કળા, કારીગરી, શૃંગાર અને ખાદ્ય સામગ્રીઓનો સમાવેશ થાય છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને સંકલન જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવશે.

 

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

Maharashtra Weather Update: મુંબઈ-પુણે સહિત આખું મહારાષ્ટ્ર ઠુંઠવાશે! ઠંડીના જોર સાથે વાદળછાયું આકાશ, શું માવઠું પડશે? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ ચેતવણી
BMC Mayor Election: મુંબઈના મેયરની ચાવી હવે અમિત શાહના હાથમાં? શિંદે જૂથના કોર્પોરેટરોની હોટલબંધી ખતમ, પણ મેયર પદનું સસ્પેન્સ દિલ્હી પહોંચ્યું
BMC Mayor Race: મુંબઈ મેયર પદ માટે ભાજપ અને ઉદ્ધવ જૂથ વચ્ચે ગુપ્ત મંત્રણાની ચર્ચા; બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે કોણ મારશે બાજી?
Maharashtra Politics: એકનાથ શિંદેની મંત્રીઓ પર નારાજગી અને મુંબઈમાં શરૂ થયેલું ‘હોટલ પોલિટિક્સ’; જાણો કેમ લીવો પડ્યો આ નિર્ણય
Exit mobile version