ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૯ જુલાઈ ૨૦૨૧
શુક્રવાર
કેન્દ્રની મોદી સરકારનું બુધવારે વિસ્તરણ થયું ત્યાર બાદ મહારાષ્ટ્રથી રાજ્યસભાના સાંસદ નારાયણ રાણેને નવા મંત્રીમંડળમાં MSME મંત્રાલયનો કાર્યભાર આપવામાં આવ્યો છે. આ અંગે તેમને મહારાષ્ટ્રના તમામ નેતાઓ તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યું હતું, પરંતુ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ અભિનંદન આપ્યું ન હતું.
આ અંગે નારાયણ રાણેના પુત્ર અને ભાજપના ધારાસભ્ય નીતેશ રાણે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેની ઠેકડી ઉડાવતા કહ્યું હતું કે રાજ્યમાં બર્નોલની માગ વધી ગઈ છે. તમને ટ્વીટ કરી લખ્યું હતું કે “રિમડેસિવીર બાદ… મહારાષ્ટ્રમાં બર્નોલની માંગ વધી ગઈ છે… ખાસ કરીને શિવબંધન ધરાવતા લોકોનીમાં.. ગઈકાલથી માંગમાં જબ્બર ઉછાળો થયો છે. મારી રાજ્યના સ્વાસ્થ્ય મંત્રીને વિનંતી છે કે તેઓ આ ધ્યાન આપે.”
કિરીટ સોમૈયાએ અનિલ પરબ વિરુદ્ધ વધુ એક ફરિયાદ દાખલ કરી; જાણો વિગત
હવે આ મજાકને નારાયણ રાણેના સમર્થકોએ સાચે જ ગંભીરતાથી લઈ અને આજે શિવસેના ભવનની બહાર બર્નોલની વહેંચણી કરાઈ હતી. નારાયણ રાણેના સમર્થકોએ ઉદ્ધવ ઠાકરે નારાયણ રાણેથી જલે છે તેવો સાંકેતિક હુમલો કરતા શિવસેના ભવનની બહારથી પસાર થતા લોકોને બર્નોલની મફત વહેંચણી કરી હતી.