Site icon News Continuous Bureau | Mumbai

PM મોદીને જોવા લોકોના ટોળા ઉમટ્યા, 53 જગ્યાએ સ્વાગત, બન્ને બાજુ માનવ મહેરામણ

કેટલાક રુટ પર પીએમ મોદીના રોડ શોના કારણે BRTSનો રૂટ નેહરુ નગર સુધી બંધ કરી દેવામાં આવ્યો

Man impersonating as NSG personnel tried to enter BKC area secured for PM Narendra Modi

Mumbai news: BKC સભામાં પીએમ મોદીની સુરક્ષા ભંગ કરવાનો પ્રયાસ; મુંબઈ પોલીસે આ રીતે કરી શંકાસ્પદની ધરપકડ..

News Continuous Bureau | Mumbai

પીએમ નરેન્દ્ર મોદીનો રોડ શો નરોડાથી નિરળી અધવચ્ચે પહોંચી ચૂક્યો છે. પીએમના રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે. મોદી-મોદીના નારા એક તરફ લાગ્યા છે ત્યારે બીજી તરફ ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે. 53 જગ્યાએ સ્વાગત કરાયું છે. જેમાં 35 જેટલી જગ્યાએ ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે. બન્ને બાજુ માનવ મહેરામણ જોવા મળી રહ્યું છે.

Join Our WhatsApp Channel

નરોડાથી શરૂ થયેલો આ રોડ શો સૌપ્રથમ કૃષ્ણનગર થઈને હીરાવાડી અને ત્યાંથી શ્યામશિખર થઈને પહોંચ્યો હતો. વડાપ્રધાનનો કાફલો અહીં રોકાયો હતો અને પીએમ મોદીએ સરદાર પટેલની પ્રતિમા પર ફૂલ અર્પણ કર્યા હતા. પીએમ મોદીના આગમન પહેલા મુખ્ય માર્ગને જોડતો રસ્તો બ્લોક કરી દેવાતા ટ્રાફિક જામ થયો હતો. ચંદ્રનગર તરફ ટ્રાફિક જામ થયો હતો.

આ સમાચાર પણ વાંચો: ગુજરાતની ચૂંટણીમાં બાળાસાહેબ ઠાકરે ના વિડિયો ની એન્ટ્રી, રવિન્દ્ર જાડેજાએ કંઈક એવું ટ્વિટ કર્યું કે બબાલ થઈ….

ઘરણી ધર દેરાસર, પ્રભાત ચોક પાસે અત્યારે લોકો રસ્તા પર મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે. પીએમનું સ્વાગ પણ લોકો કરતા જોવા મળી રહ્યા છે. પીએમ મોદી સૌનું અભિવાદન ઝીલતા જોવા મળી રહ્યા છે. અમદાવાદમાં માર્ચ મહિના બાદ આ તેમનો બીજો ભવ્ય રોડ શો સુરતમાં 30 કિમીના લાંબો રોડ શો કરતા અમદાવાદમાં સૌથી મોટો લાંબો રોડ શો છે અંદાજિત 50 કિમી જેટલો રોડ શો છે. કેટલાક રુટ પર પીએમ મોદીના રોડ શોના કારણે BRTSનો રૂટ નેહરુ નગર સુધી બંધ કરી દેવામાં આવ્યો છે. મોદીને આવકારવા લોકોએ હાથમાં કમળનું પ્રતીક અને માથા પર ભાજપની ટોપી પહેરી હતી.

Parliament Adjourned સંસદ સ્થગિત, પરંતુ વિપક્ષનું પ્રદર્શન યથાવત! CJP સિવાય રાહુલ ગાંધીએ મૂકી આ 3 અલગ માંગ
Western Railway Train Cancellations અનરાધાર વરસાદથી મુંબઈગુજરાત રેલવે સેવાઓ ખોરવાઈ, ટ્રેક પર પાણી ભરાતા ટ્રેન વ્યવહાર પર માઠી અસર
Shah Residence Meeting CJP સાથેની વાતચીત પહેલા ગૃહમંત્રી અમિત શાહના નિવાસ્થાને યોજાઈ ઉચ્ચસ્તરીય બેઠક
NEETUG 2024 Paper Leak NEETUG 2024 પેપર લીક મામલે ચોંકાવનારો વળાંક જેને ગણાવ્યો હતો ‘મુખ્ય સૂત્રધાર’, તેને CBIએ આપી ક્લીન ચિટ!
Exit mobile version