તા.૨ થી ૫ સપ્ટેમ્બર દરમિયાન ‘રાષ્ટ્રીય પોષણ માહ’ અંતર્ગત’વિશિષ્ટ સ્તનપાન અને પૂરક ખોરાક’થીમ આધારિત ઉજવણી કરવામાં આવી

News Continuous Bureau | Mumbai 

ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા ‘રાષ્ટ્રીય પોષણ માહ’ની ( National Nutrition Month Celeberation ) ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત તા.૨જી થી ૫ સપ્ટેમ્બર દરમિયાન સુરત ગ્રામ્ય અને તાલુકા આઇ.સી.ડી.એસ શાખાના અધિકારીશ્રી, કર્મચારીશ્રીઓ, આંગણવાડી કાર્યકર દ્વારા સગર્ભા, ધાત્રી માતાઓ અને ૨ વર્ષ સુધીના બાળકોની વિશિષ્ટ સ્તનપાન અને પૂરક ખોરાક’થીમ આધારિત ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી પ્રસંગે લાભાર્થી બહેનોને ટેક હોમ રાશન (THR)માતૃશક્તિના પેકેટ્સનો નિયમિત ઉપયોગ કરવા તેમજ તેમાંથી બનતી વાનગી અને ટેક હોમ રાશનના મહત્વની સમજણ આપવામાં આવી હતી.

Join Our WhatsApp Community

 National Nutrition Month Celeberation

સુરત ( Surat ) જીલ્લાના લાભાર્થીઓમાં જાગૃતિ સાથે હકારાત્મક પ્રતિભાવો જોવા મળ્યા છે. આ ઉપરાંત આઇ.સી.ડી.એસની અન્ય યોજના જેવી કે ‘પોષણ સુધા યોજના’, દૂધ સંજીવની યોજનાનો નિયમિત લાભ લેવા સહિત, બાળકના પ્રથમ ૧૦૦૦ દિવસનું મહત્વ, સ્તનપાનની સાચી રીત, ૬ માસ સુધી ફ્ક્ત સ્તનપાન અને ૭ માસથી ૨ વર્ષનું બાળક થાય ત્યારે સ્તનપાન સાથે ઉપરી આહારની સમજ બાળકની માતા તથા ઘરની સ્વચ્છતા, બાળકનું સંપૂર્ણ રસીકરણ જેવા વિષયે પણ આ ગૃહ મુલાકાત દરમિયાન વિશેષ સમજ આપવામાં આવી હતી. નવજાત બાળકની તંદુરસ્તી માટે બાળકનું નિયમિત વજન તથા ઉંચાઇ દરમાસે માપવું ખુબ જ જરૂરી છે. જેની સમજાવટ સાથે આ ગૃહ મુલાકાત દરમ્યાન કેટલાક બાળકોનું વજન-ઉંચાઇ માપી વાલીને પ્રત્યક્ષ બતાવી પોષણ સ્તરનું મહત્વ સમજાવવામાં આવ્યુ હતું. લોકલ અને અરસપરસ ઉપર ઉપલબ્ધ શાકભાજી, ફ્રુટ, શ્રી અન્ન (મિલેટ્સ)માંથી મળતા પોષણ તત્વો અને તેના ગુણધર્મોથી થતા ફાયદાથી માહિતગાર કરવામાં આવ્યા હતા. માતા અને બાળકોના સ્વાસ્થ્યને લગતી દરેક બાબતોને આવરી લેતા શ્રેણીબદ્ધ કાર્યક્રમોના સ્થવારે સુરત ગ્રામ્ય જીલ્લા દ્વારા પોષણ અભિયાનની ઉજવણી કરવામાં આવી હતી.

 

 

આ સમાચાર પણ વાંચો :  Padma Awards પદ્મ પુરસ્કારો-2024 માટે નામાંકન 15મી સપ્ટેમ્બર, 2023 સુધી ખુલ્લું છે

પોષણ માસ ઉજવણી દરમિયાન આજે સરભોણ પીએસસી સેન્ટર ખાતે સ્વચ્છ બાળ સ્પર્ધા રાખવામાં આવી હતી. સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબરે ઉતીર્ણ થનારને સ્વચ્છતા કીટ આપવામાં આવી હતી.

Amit Shah Reaction: બિહારમાં જીત પછી અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા, નીતીશ માટે પણ સંદેશ!
Godrej Agrovet MoU, ₹70 crore investment: ગોદરેજ એગ્રોવેટે રૂ. 70 કરોડના રોકાણ માટે આંધ્ર પ્રદેશ સરકાર સાથે એમઓયુ કર્યો
MCA Elections: MCA ચૂંટણી: મુંબઈ ક્રિકેટ એસોસિયેશનના ઉપાધ્યક્ષ પદે જીતેન્દ્ર આવ્હાડ, તો સચિવ પદે ઉમેશ ખાનવિલકર.
Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
Exit mobile version