Site icon News Continuous Bureau | Mumbai

Navi Mumbai Accident: વાશીમાં કાર – બાઈક વચ્ચે થઇ જોરદાર ટક્કર, અકસ્માતમાં બે મિત્રના કમકમાટીભર્યા મોત; જુઓ વિડીયો..

Navi Mumbai Accident: કામ પરથી ઘરે પરત ફરતી વખતે ટુ-વ્હીલર અકસ્માતમાં બે યુવતીઓના મોત થયા છે. આ ઘટના નવી મુંબઈમાં બની હતી. આ બંને યુવતીઓ નાઇટ શિફ્ટમાં કામ કરીને ઘરે જઈ રહી હતી. કામોઠેની રહેવાસી અને તેની 19 વર્ષીય બહેનપણી ને બોનાકોડે સ્થિત તેના ઘરે મૂકવા જઈ રહી હતી.

Navi Mumbai Accident Two Women Die in Vashi Scooter-Car Crash; Driver Absconds

Navi Mumbai Accident Two Women Die in Vashi Scooter-Car Crash; Driver Absconds

News Continuous Bureau | Mumbai

 Navi Mumbai Accident: નવી મુંબઈના વાશીમાં એક ભયાનક અકસ્માત થયો છે. આ અકસ્માતમાં બે યુવતીઓના મોત થયા હોવાના અહેવાલ છે. આ માર્ગ અકસ્માતનો સીસીટીવી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ અકસ્માતમાં કારે બાઇકને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક પર સવાર બંને યુવતીઓના  મોત નીપજ્યા. સીસીટીવી વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે અકસ્માત દરમિયાન કાર બાઇકને કેવી રીતે ટક્કર મારે છે.

Join Our WhatsApp Channel

 Navi Mumbai Accident: બંને યુવતીઓના મૃત્યુ

 Navi Mumbai Accident:  અકસ્માતમાં બે યુવતીઓનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું 

નવી મુંબઈના વાશીમાં એક ભયાનક અકસ્માત થયો છે. આ અકસ્માતમાં, રસ્તા પરથી પસાર થઈ રહેલા એક ફોર વ્હીલરે ટુ વ્હીલરને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બાઇક પર સવાર બંને યુવતીઓ દૂર ફેંકાઈ ગઈ. આ અકસ્માતમાં બે યુવતીઓનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, અને આ આકસ્મિક મૃત્યુથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

આ સમાચાર પણ વાંચો: Syria Crisis: રશિયા અને ઈરાન વિરુદ્ધ પ્લાન તૈયાર, સાઉદીમાં આ 17 દેશોના મંત્રીઓએ યોજી મોટી બેઠક ..

 Navi Mumbai Accident:  પોલીસ લાગી તપાસમાં

મૃતક છોકરીઓમાંથી એ  કામોઠેમાં રહેતી હતી, જ્યારે બીજી યુવતી કોપરખૈરાણેની રહેવાસી હતી. બંને નાઇટ શિફ્ટમાં કામ કરીને ઘરે પરત ફરી રહી હતી. વધુમાં, યુવતીઓ તેમની બાઇક પર ખોટી દિશામાં જઈ રહી હતી. સામેથી ઝડપથી આવતી એક કારે તેને ટક્કર મારી. જેમાં બંનેનું મૃત્યુ થયું. પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ છે અને આ મામલાની તપાસ શરૂ કરી છે. તેઓ આ મામલે વધુ તપાસ કરી રહ્યા છે અને ડ્રાઇવરની શોધ કરી રહ્યા છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Maharashtra NCP Power Struggle અજિત પવારના અવસાન બાદ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષમાં વર્ચસ્વની લડાઈ પાર્થ પવાર અને પ્રફુલ પટેલ જૂથ આમનેસામને
Gokul Dairy Election Row In Maharashtra મહારાષ્ટ્રમાં ગોકુલ ડેરીની ચૂંટણી બાદ મોટો રાજકીય ભૂકંપ કોંગ્રેસ જીતતાં જ સરકારે નિયમો બદલ્યા, વિપક્ષનો ગંભીર આક્ષેપ
Uttarkashi Gangotri Highway Accident દર્શન કરવા નીકળેલા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા! ધસમસતા પાણીના પ્રવાહમાં કાર તણાઈ; NDRFSDRF ના જવાનોએ શરૂ કર્યું મોટું સર્ચ ઓપરેશન
Mahayuti Political crisis મહાયુતિમાં ફરી તણાવ શિંદે જૂથની શિવસેનાના ૪ કોર્પોરેટરોને ગેરલાયક ઠેરવવાનો પ્રસ્તાવ મંજૂર, ગઠબંધનમાં આંતરિક ખેંચતાણ તેજ
Exit mobile version