Site icon

નવજોત સિંહ સિદ્ધુની કરાઈ અટકાયત, રાજ્યપાલના નિવાસ ની બહાર કરી રહ્યા હતા આ કામ; જાણો વિગતે 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 4 ઓક્ટોબર,  2021 

Join Our WhatsApp Community

સોમવાર

પંજાબ કોંગ્રેસના નેતા નવજોત સિંહ સિદ્ધુ, અન્ય ઘણા કોંગ્રેસ ધારાસભ્યો અને કાર્યકરોને ચંદીગઢ પોલીસે કસ્ટડીમાં લીધા છે. 

ચંદીગઢમાં રાજ્યપાલના નિવાસસ્થાનની બહાર ધરણા દરમિયાન, નવજોત સિંહ સિદ્ધુએ કૃષિ કાયદાઓ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા અને કહ્યું કે તેઓ પંજાબમાં કૃષિ કાયદાઓના અમલને મંજૂરી નહીં આપે. 

લખીમપુર ખીરીના કેસનો ઉલ્લેખ કરતા નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું કે પહેલા કેન્દ્ર સરકાર શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા ખેડૂતો પર લાઠીનો ઉપયોગ કરતી હતી અને હવે તેઓએ ખેડૂતોની હત્યા કરી છે. 

કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધીની ધરપકડના વિરોધમાં નવજોત સિંહ કોંગ્રેસના કાર્યકરો સાથે રાજ્યપાલના આવાસની બહાર ધરણા કરી રહ્યા હતા. 

ઉલ્લેખનીય છે કે પ્રિયંકા ગાંધી લખીમપુરમાં બનેલી ઘટના બાદ લખીમપુર જવા રવાના થયા હતા અને ઉત્તરપ્રદેશ પ્રશાસને લખીમપુર પહોંચતા પહેલા જ તેમને કસ્ટડીમાં લઈ લીધા હતા.

પેંડોરા પેપર્સ શું છે કે જેમાં બહુચર્ચિત વિદેશી નેતાઓનાં નામનો પણ ઉલ્લેખ છે; જાણો વિગતે

Nashik leopard: નાસિક શહેરમાં ભર દિવસે દીપડાનો આતંક; એક વન અધિકારી ઘાયલ
Amit Shah Reaction: બિહારમાં જીત પછી અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા, નીતીશ માટે પણ સંદેશ!
Godrej Agrovet MoU, ₹70 crore investment: ગોદરેજ એગ્રોવેટે રૂ. 70 કરોડના રોકાણ માટે આંધ્ર પ્રદેશ સરકાર સાથે એમઓયુ કર્યો
MCA Elections: MCA ચૂંટણી: મુંબઈ ક્રિકેટ એસોસિયેશનના ઉપાધ્યક્ષ પદે જીતેન્દ્ર આવ્હાડ, તો સચિવ પદે ઉમેશ ખાનવિલકર.
Exit mobile version