Site icon

Navratri : ભાજપના ધારાસભ્ય નિતેશ રાણેએ માત્ર હિન્દુઓને જ ગરબા કાર્યક્રમમાં એન્ટ્રી આપવાની કરી માંગ… લવ જેહાદ જેવી ઘટનાઓથી બચવા કરો આ કામ..

Navratri : નિતેશ રાણેએ કહ્યું, માત્ર હિન્દુઓને જ ગરબા કાર્યક્રમમાં એન્ટ્રી આપો. લવ જેહાદ જેવી ઘટનાઓથી બચવા માટે ગરબા રમવા આવતા લોકોના પહેલા આધાર કાર્ડ ચેક કરો. અને પછી જ તેમને એન્ટ્રી આપો. તેમણે કહ્યું કે જે લોકો દાંડિયા રમવા આવે છે તે હિન્દુ છે કે નહીં તે તપાસો. શિંદે જૂથે પણ નિતેશ રાણેની માંગને સમર્થન આપ્યું છે.

Navratri : Only Hindus should be allowed at Garba venues, says Maharashtra BJP MLA Nitesh Rane

Navratri : Only Hindus should be allowed at Garba venues, says Maharashtra BJP MLA Nitesh Rane

News Continuous Bureau | Mumbai  

Navratri : નવરાત્રી એ માતા શક્તિની આરાધનાનો તહેવાર છે. ધાર્મિક માન્યતા અનુસાર, ગરબા ( Garba ) પણ માતા શક્તિની ભક્તિનો એક માર્ગ છે. જેમાં દેવી સમાન કન્યાઓ વતી ગરબા કરીને માતાની આરાધના કરવામાં આવે છે.

Join Our WhatsApp Community

15 ઓક્ટોબરથી શહેરમાં ગરબા ના કાર્યક્રમો યોજાશે. ત્યારે નવરાત્રીને લઈને નવો વિવાદ ( controversy ) ઉભો થવાની સંભાવના છે. કારણ કે વિશ્વ હિન્દુ પરિષદે ( Vishwa Hindu Parishad ) માંગ કરી છે કે ગરબા કાર્યક્રમમાં માત્ર હિન્દુઓને ( Hindus ) જ પ્રવેશ આપવામાં આવે. પ્રવેશ આપતી વખતે દરેકના આધાર કાર્ડ ( aadhar card ) ચેક કરવાની પણ અપીલ કરવામાં આવી છે. દરમિયાન ભાજપના નેતા ( BJP leader ) નિતેશ રાણેએ ( Nitesh Rane ) આ માંગને સમર્થન આપ્યું છે.

ભાજપના ધારાસભ્ય નિતેશ રાણેએ નવરાત્રી પર્વને હવે થોડા દિવસો બાકી છે ત્યારે આજે પત્રકાર પરિષદમાં ગરબા આયોજકોને આવી એક અપીલ કરી છે. નિતેશ રાણેએ કહ્યું, માત્ર હિન્દુઓને જ ગરબા કાર્યક્રમમાં એન્ટ્રી આપો. લવ જેહાદ જેવી ઘટનાઓથી બચવા માટે ગરબા રમવા આવતા લોકોના પહેલા આધાર કાર્ડ ચેક કરો. અને પછી જ તેમને એન્ટ્રી આપો. તેમણે કહ્યું કે જે લોકો દાંડિયા રમવા આવે છે તે હિન્દુ છે કે નહીં તે તપાસો. શિંદે જૂથે ( Shinde group ) પણ નિતેશ રાણેની માંગને સમર્થન આપ્યું છે.

આ સમાચાર પણ વાંચો : Ramp Walk : જીવંત માછલી સાથે રેમ્પ પર ચાલી મોડલ, પોતાને સમજવા લાગી જલપરી, લોકો થયા ગુસ્સે. જુઓ વિડીયો

દરમિયાન સાંસદ સંજય રાઉતે ( Sanjay Raut ) આ નિર્ણય બાદ ભાજપની ટીકા કરી છે. મોદી હવે મુસ્લિમ દેશોની મુલાકાત લેશે નહીં? એવો તેમણે પ્રશ્ન પૂછ્યો.

US Iran Attack 2026: ઈરાન પર થશે અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો: અમેરિકી રક્ષા મંત્રીની ગર્જના, કહ્યું- ‘અમારી શરતો પર જ ખતમ થશે આ યુદ્ધ’
Haifa Oil Refinery Attack: ઈરાને ઈઝરાયેલ પર કરી અત્યાર સુધીની સૌથી મોટી સ્ટ્રાઈક: હાઈફામાં (Haifa) ઓઈલ રિફાઈનરી કોમ્પ્લેક્સ પર ભીષણ હુમલો, ચારેતરફ ધુમાડાના ગોટા
Iran Israel Missile Attack: ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ (Iran-Israel War) ભયાનક વળાંક પર: ઈરાને મધ્યરાત્રિએ દાગી અનેક મિસાઈલો, અમેરિકાએ અત્યાર સુધીમાં ૧૬ સૈન્ય વિમાનો ગુમાવ્યા
Iran-Israel War: માત્ર તેલ અને ગેસ જ નહીં, ઈરાન ઇન્ટરનેટ પર પણ લગાવી શકે છે બ્રેક: ભારત સહિત આખી દુનિયાની ડિજિટલ લાઈફ (Digital Life) જોખમમાં
Exit mobile version