ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 ઑક્ટોબર, 2021
શનિવાર
ગોવા જવાના જહાજમાંથી કથિત રીતે ડ્રગ્સ જપ્ત કર્યા બાદ NCBએ અત્યાર સુધીમાં બૉલિવુડ અભિનેતા શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાન સહિત 18 લોકોની ધરપકડ કરી છે.
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) પર ભારતીય જનતા પાર્ટીના મુખ્ય નેતાના સાળાને મુંબઈ કિનારે ક્રૂઝ જહાજ પર દરોડા પાડ્યા બાદ આક્ષેપ કર્યાના એક દિવસ પછી, રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના નેતા અને મહારાષ્ટ્ર મંત્રી નવાબ મલિકે કેન્દ્રીય એજન્સી પર પોતાનો હુમલો વધારી દીધો.
મુંબઈ કિનારે ક્રૂઝ પર દરોડા બાદ NCBના સમીર વાનખેડેએ કહ્યું હતું કે “8-10 લોકોની અટકાયત કરવામાં આવી છે, પરંતુ સત્ય એ છે કે 11 લોકોની અટકાયત કરવામાં આવી હતી. બાદમાં ત્રણ લોકોને રિષભ સચદેવા, પ્રતીક ગાબા અને અમીર ફર્નિચરવાલાને મુક્ત કરવામાં આવ્યા હતા. રિષભ સચદેવા ભારતીય જનતા યુવા મોરચાના ભૂતપૂર્વ વડા મોહિત ભારતીયના સાળા છે. ભારતીય જનતા પાર્ટીની યુવા પાંખ અને ફર્નિચરવાલા તથા ગાબાએ આર્યન ખાનને પાર્ટીમાં આમંત્રણ આપ્યું હતું.”
મુંબઈના ગોરેગામના આ વિસ્તારમાં રીડેવલપમેન્ટ સામે ભાજપે કર્યો વિરોધ, જાણો કેમ?
નવાબ મલિકે આક્ષેપ લગાડ્યો હતો કે, “અમે NCBને પૂછવા માગીએ છીએ કે જ્યારે તેઓએ ક્રૂઝ પર દરોડા પાડીને 11 લોકોની અટકાયત કરી હતી, તો પછી કોના નિર્દેશ પર તેઓએ ત્રણ લોકોને મુક્ત કર્યા. અમે NCBને હકીકતો જાહેર કરવાની માગ કરીએ છીએ. અમને લાગે છે કે સમીર વાનખેડે અને ભાજપના નેતાઓ વચ્ચે કેટલીક વાતો થઈ હશે. મુંબઈ પોલીસ ઍન્ટી નાર્કોટિક્સ સેલે આ અંગે સ્વતંત્ર તપાસ કરવી જોઈએ. હું મુખ્ય મંત્રીને પણ પત્ર લખીશ. જો જરૂરી હોય તો દરોડાની તપાસ માટે તપાસ પંચની રચના કરવી જોઈએ.”
શુક્રવારે મલિકે આરોપ લગાવ્યો કે NCB દ્વારા "ઉચ્ચ સ્તરથી હસ્તક્ષેપ" કર્યા બાદ બેને છોડી દેવામાં આવ્યા હતા અને એજન્સીના ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેને પણ નિશાન બનાવ્યા હતા અને કહ્યું હતું કે અધિકારીએ સ્પષ્ટતા કરવી જોઈએ કે અટકાયત દરમિયાન તેને કેટલા ફોન આવ્યા હતા અને કોના નિર્દેશ પર “હાઇ પ્રોફાઇલ અટકાયતીઓ”ને જવા દેવામાં આવ્યા. શરદ પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પાર્ટીએ NCB સામે આરોપો લગાવ્યાના એક દિવસ બાદ આવકવેરા વિભાગે તેની પાર્ટીના નેતા અને નાયબ મુખ્ય મંત્રી અજિત પવાર સાથે જોડાયેલી વ્યાપારી સંસ્થાઓના પરિસર પર દરોડા પાડ્યા હતા. નવાબ મલિકે એમ પણ કહ્યું હતું કે પવાર સાથે જોડાયેલી સંસ્થાઓ પર IT વિભાગના દરોડા પાછળનો હેતુ તેમને બદનામ કરવાનો હતો.”
આ પહેલાં મલિકે 2 ઑક્ટોબરના રોજ ક્રૂઝ પર દરોડા પાડ્યા બાદ આરોપીઓની ધરપકડમાં બે માણસોની સંડોવણી અંગેના વીડિયો ફૂટેજ બનાવ્યા હતા. ફૂટેજમાં દર્શાવવામાં આવ્યું હતું કે ભાજપના અધિકારી મનીષ ભાનુશાળી અને કિરણ ગોસાવી નામની વ્યક્તિ જે ફોજદારી કેસોનો સામનો કરે છે, તે NCB ટીમનો ભાગ હતા, જેણે અભિનેતા શાહરુખ ખાનના પુત્ર આર્યન અને અભિનેતા અરબાઝ મર્ચન્ટની રેવ પાર્ટીમાં કથિત સંડોવણી બદલ ધરપકડ કરી હતી.
નવાબ મલિકના આરોપ બાદ NCB અધિકારી જ્ઞાનેશ્વર સિંહે કહ્યું હતું કે, “ઑપરેશન પહેલાં 2 સ્વતંત્ર સાક્ષીઓ મનીષ ભાનુશાલી અને કિરણ ગોસાવીમાંથી કોઈને પણ NCBના ઑપરેશનની ખબર ન હતી. બધા આક્ષેપો પાયાવિહોણા, વ્યર્થ, દૂષિત અને ગઠિત વિચાર છે. એ દિવસે કુલ 14 લોકોને NCB કચેરીમાં લાવવામાં આવ્યા હતા. નોટિસ આપવામાં આવી અને તેમની પૂછપરછ કરવામાં આવી. 6 લોકોને પુરાવાના અભાવે છોડી દેવામાં આવ્યા હતા. 8ની ધરપકડ કરવામાં આવી હતી. મુક્ત કરાયેલા વ્યક્તિઓ સામે કોઈ પુરાવા મળ્યા નથી અને અમારી સામે આક્ષેપો ધારણાઓના આધારે કરવામાં આવે છે.”