Site icon

મહારાષ્ટ્રમાં મંત્રી નવાબ મલિકના ઘરે EDનો દરોડો, ટીમ તેમની સાથે ઓફિસ પહોંચી, અંડરવર્લ્ડ સાથે  કનેક્શન ની આશંકા

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 23 ફેબ્રુઆરી 2022,          

Join Our WhatsApp Community

બુધવાર,

મહારાષ્ટ્ર સરકારમાં લઘુમતી કલ્યાણ મંત્રી અને એનસીપીના નેતા નવાબ મલિક મુશ્કેલીમાં વધારો થવાની શક્યતા છે. મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ સવારે લગભગ 5 વાગ્યે આસપાસના લોકો સૂઈ રહ્યા હતા ત્યારે EDના કેટલાક અધિકારીઓ CISF ફોર્સ સાથે નવાબ મલિકના ઘર નૂર મંઝિલ કુર્લા પહોંચી હતી, લગભગ એક કલાકની પૂછપરછ પછી, આ પછી EDના અધિકારીઓ તેમને વધુ પૂછપરછ માટે મુંબઈમાં તેની ઓફિસ લઈ ગયા છે.

EDએ નવાબ મલિકને કથિત અંડરવર્લ્ડ લિંક્સ ધરાવતી પ્રોપર્ટી સંબંધિત કેસમાં પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું હતું. હવે આ કેસમાં નવાબ મલિકની પૂછપરછ કરવામાં આવી રહી છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના નેતા મલિક અહીં ED ઓફિસ પહોંચ્યા અને 'પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ' (PMLA) હેઠળ તેમનું નિવેદન નોંધી રહ્યા છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. પરંતુ નવાબ મલિકની નજીક રહેતા એનસીપી કાર્યકરોનો આરોપ છે કે, કોઈ સમન્સ આપવામાં આવ્યું નથી. તેઓ સીધા જ લઈ ગયા.   

ભાજપને મુંબઈમાં ફટકો પડ્યો. આ કોર્પોરેટરનું નગરસેવક પદ રદ થયું. જાણો વિગતે

ગત 15 ફેબ્રુઆરીના રોજ EDએ મુંબઈમાં અંડરવર્લ્ડ ડોન દાઉદના 10 સ્થળો પર દરોડા પાડ્યા હતા.  ત્યારે એ વાત સામે આવી હતી કે, ડી કંપની સાથે બંને નેતાઓના કનેક્શનને લઈને તેઓ રડાર પર છે. આ દરોડો દાઉદ ઈબ્રાહિમની બહેન હસીના પારકરના ઘરે પણ પડયો હતો. આ દરોડા પછી ED દ્વારા છોટા શકીલના ગોરખધંધો સલીમ ફ્રુટને પૂછપરછ માટે લેવામાં આવ્યો હતો. આ સાથે દાઉદ ઈબ્રાહિમના ભાઈ ઈકબાલ કાસકરની પણ થાણે જેલમાંથી ધરપકડ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે વિધાનસભામાં વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે 9 નવેમ્બર 2021ના રોજ આરોપ લગાવ્યો હતો કે નવાબ મલિકે મુંબઈ બોમ્બ બ્લાસ્ટ અને દાઉદ ઈબ્રાહિમ સાથે સંકળાયેલા લોકો પાસેથી નાણાકીય વ્યવહારો અને મિલકતો ખરીદી હતી. તેમણે કહ્યું હતું કે, નવાબ મલિકના પુત્ર ફરાજ મલિકના નામે શાહવલી ખાન અને સલીમ પટેલ પાસેથી કરોડોની કિંમતની જમીન માત્ર 30 લાખ રૂપિયામાં ખરીદી હતી. તેમાંથી એક દાઉદ ઈબ્રાહિમનો એક માણસ હતો, ટાઈગર મેમણ જે મુંબઈ બોમ્બ વિસ્ફોટોમાં સામેલ હતો અને તેના પર બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં બોમ્બ પ્લાન્ટ કરવાનો આરોપ હતો.

નિયંત્રણો હળવા કરવાને લઈને નાગરિકોમાં ફેલાઈ ગેરસમજ, લોકલ ટ્રેનના પ્રવાસ સંદર્ભે સરકારે કરી સ્પષ્ટતા.. આ પ્રતિબંધો રહેશે યથાવત

Ahmednagar: અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલીને ‘અહિલ્યાનગર’ કરાયું
Gujarat CM Bhupendra Patel: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના સેવા દાયિત્વના ચાર વર્ષ
Mahavikas Aghadi: મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો,ઠાકરે બંધુઓ એ કરી આટલા કલાક ની મુલાકાત
Ahmednagar: મહારાષ્ટ્રના અહમદનગર રેલવે સ્ટેશનનું નામ બદલાયું; જાણો શું છે નવું નામ?
Exit mobile version