ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 જાન્યુઆરી 2022
ગુરુવાર.
ઝારખંડમાં નક્સલીઓએ ફરી એકવાર ગીરીડિહ પાસે બોમ્બ બ્લાસ્ટ કરીને રેલવે ટ્રેક ઉડાવી દીધો છે.
પ્રાપ્ત જાણકારી મુજબ રાત્રે 00:34 કલાકે ધનબાદ ડિવિઝન સ્થિત કરમાબાદ-ચિચાકી સ્ટેશન વચ્ચે વિસ્ફોટ થયો છે.
આ અંગેની સૂચના મળ્યા બાદ હાવડા-દિલ્હી રેલવે માર્ગ પર ટ્રેનોની અવર-જવર રોકી દેવામાં આવી છે. તો કેટલીક ટ્રેનના રૂટ બદલીને પરિવર્તિત માર્ગથી ચલાવવામાં આવી રહી છે.
રેલવે ટ્રેક પર બ્લાસ્ટ કર્યા બાદ નક્સલીઓ એક ધમકીભરી ચિઠ્ઠી પણ છોડી ગયા છે.