Site icon

ઘડિયાળ, કપડામાં આ અધિકારીએ પીએમ નરેન્દ્ર મોદીને પણ પાછળ મૂકી દીધા, રાષ્ટ્રવાદી કોંગ્રેસના નવાબ મલિકનો દાવો; જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 2 નવેમ્બર,  2021 

Join Our WhatsApp Community

મંગળવાર. 

ક્રુઝ ડ્રગ્સ પ્રકરણને લઈને લાંબા સમયથી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો(NCB) ના અધિકારી સમીર વાનખેડે અને રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા અને લઘુમતી બાબતના રાજયના પ્રધાન નવાબ મલિક સામ-સામે થઈ ગયા છે. દરરોજ નવાબ મલિક સમીર વાનખેડેને લઈને પત્રકાર પરિષદ કરીને નવા નવા દાવા કરતા હોય છે. હવે નવાબ મલિકે સમીન વાનખેડેના ઘડિયાળ, પેન્ટ અને શર્ટને લઈને અજબ દાવો કર્યો છે.

લો બોલો, ફટાકડા ફૂટે તે પહેલાં જ મુંબઈની હવા પ્રદૂષિત થઈ, મલાડ સહિત આટલાં ક્ષેત્રોની હવા સહુથી વધુ ખરાબ; જાણો વિગત

સમીર વાનખેડે અત્યાર સુધી હજારો કરોડ રૂપિયા ચાઉં કરી ગયા છે. તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ પાછળ મૂકી દીધા છે એવો દાવો હવે નવાબ મલિકે કર્યો છે. તેમના શર્ટ –પેન્ટ, ટી શર્ટની કિંમત 30,000 રૂપિયાની ઉપર હોય છે અને બે લાખ રૂપિયાની કિંમતના બુટ પહેરે છે. ઘડિયાળ રોજ બદલતા હોય છે. 20 લાખથી એક કરોડ રૂપિયા સુધીની કિમતની તેમની પાસે ઘડિયાળ છે. 70,000 રૂપિયાનો શર્ટ અને એક લાખ રૂપિયાની પેન્ટ તેઓ પહેરે છે. આટલા પૈસા તેઓ કયાંથી લાવ્યા એવો સવાલ પણ નવાબ મલિકે કર્યો હતો.

UshaUpadhyay: ‘ઝરૂખો’માં વરિષ્ઠ કવયિત્રી વાર્તાકાર ડૉ.ઉષા ઉપાધ્યાય સાથે એક સાંજ
Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
Exit mobile version