Site icon

NCBની મોટી કાર્યવાહી- સોલાપુર-પુણે હાઈવે પર આટલા કિલોનો હાઈ ગ્રેડ ગાંજો કર્યો જપ્ત-જાણો વિગત

 News Continuous Bureau | Mumbai

આંતર-રાજ્ય ડ્રગ ટ્રાફિકનો(Inter-state drug trafficking) વધુ એક કેસ સોલ્વ કરવામાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો(NCB) મોટી સફળતા મળી છે. NCB મુંબઈએ 30મી જૂન, 2022 ના રોજ 54 કિલો ગાંજો જપ્ત કર્યો છે. આ પ્રતિબંધિત ગાંજો(Marijuana) ઓડિશાના(Odisha) ગંજમ જિલ્લાથી(Ganjam district)  આવ્યો હતો, જે મુંબઈ, સુરત અને અન્ય આસપાસના વિસ્તારોમાં પેડલર્સને(drug Peddlers) વધુ વિતરણ માટે આપવામાં આવવાનો હતો. 

Join Our WhatsApp Community

એજન્સી એક ગુપ્ત માહિતીને આધારે કામ કરી રહી હતી જેમાં આંતર-રાજ્ય સિન્ડિકેટ શહેરમાં(syndicate city) ઉચ્ચ ગુણવત્તાની ગાંજાના સપ્લાય માટે કાવતરું કરી રહી હોવાનું જણાયું હતું. આ સિન્ડિકેટે સ્થાનિક ડ્રગ પેડલર્સને તાત્કાલિક ગાંજોનો પુરવઠા કરવાનું આયોજન કરી હતી, જેમાં એજન્સીઓ આ ગાંજો જપ્ત કરવામાં અને કાવતરાનો પર્દાફાશ કરવામાં સફળતા મળી હતી.

મળેલી ટીપને આધારે ગુપ્તચરનું નેટવર્ક વધારવામાં આવ્યું હતું. ત્યારબાદ મળેલા ઇનપુટને આધારે ડ્રગ્સ કયારે અને શેમાં અને ક્યાં આવવાનું છે, તેની માહિતી ભેગી કરવાનું ચાલુ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ એક ઓપરેશનલ ટીમને(operational team) સોલાપુર-પુણે હાઇવે(Solapur-Pune Highway) પર ગોઠવવામાં આવી હતી સતત ટ્રેકિંગ કર્યા બે લોકો સાથે આવેલી એક ગાડીને પકડી પાડવામાં આવી હતી. વાહનની તલાશી દરમિયાન, વાહનની પાછળની સીટની નીચે બનાવેલા મોટા  પોલાણમાં છુપાવેલ 27 બોક્સ મળી આવ્યા હતા. વધુ તપાસ કરતાં, બોક્સમાં કુલ 54 કિલો ગાંજા હોવાનું જણાયું હતું. આ સંદર્ભે, બંને વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી અને પૂછપરછ માટે કાર જપ્ત કરવામાં આવી હતી.

આ સમાચાર પણ વાંચો :  આ તારીખે જુલાઈએ યોજાશે મહારાષ્ટ્ર વિધાનસભાનું વિશેષ સત્ર- બહુમતી સાબિત કરશે શિંદે સરકાર

પ્રાથમિક તપાસ દરમિયાન, બંનેએ ખુલાસો કર્યો હતો કે આ પ્રતિબંધ સ્થાનિક વેપારીઓને(Local merchants) સપ્લાય કરવા માટે હતો. બંને ઓડિશાના છે. આ વ્યક્તિઓની ઓળખ અનુભવી તસ્કરો તરીકે કરવામાં આવી હતી અને તેઓએ તાજેતરના ભૂતકાળમાં ઘણી વખત આ પ્રદેશમાં દારૂનો જથ્થો સપ્લાય કર્યો હતો. બંનેએ એવો પણ ખુલાસો કર્યો હતો કે તેમની પાસે મહારાષ્ટ્રના અન્ય વિસ્તારો અને ગુજરાત, ગોવા વગેરે રાજ્યોમાં ડ્રગ્સનો પુરવઠો(Drug supply) પૂરો પાડવાનો ઓર્ડર હતો. 

NCB-મુંબઈએ ગાંજાની  જપ્તી સાથે બંને આરોપીની ધરપકડ કરી હતી અને વધુ તપાસ કરી રહી છે.
 

Bhiwandi MIDC: મોટી દુર્ઘટના: ભિવંડી MIDC માં ડાઇંગ કંપનીમાં ભીષણ આગ, ભારે નુકસાનની શક્યતા.
Ajit Pawar: અજિત પવાર સંકટમાં: પૂણે જમીન કૌભાંડમાં ‘સેફ’ થવા પર કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો.
Vande Mataram: ‘વંદે માતરમ’ વિવાદમાં નવો વળાંક: ભાજપે અબુ આઝમીને આપ્યું આમંત્રણ, અમિત સાટમે લખ્યો પત્ર- શું આઝમી સામેલ થશે?
Perishable Food: મહારાષ્ટ્રના ખેડૂતોને મોટી રાહત: વિદેશમાંથી આવશે આધુનિક ટેકનોલોજી, હવે નાશવંત ખાદ્ય ચીજો મહિનાઓ સુધી ટકશે!
Exit mobile version