Site icon

એનસીપી સુપ્રીમો શરદ પવારની તબિયતને લઈને આવ્યું મોટું અપડેટ, આજે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં થશે ભરતી.. જાણો શું છે કારણ

એનસીપી સુપ્રીમો શરદ પવારના સ્વાસ્થ્યને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. શરદ પવારને આવતીકાલે ફરીથી બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે.

NCP Cheif Sharad Pawar will undergo cataract surgery in breach candy hospital Mumbai

એનસીપી સુપ્રીમો શરદ પવારની તબિયતને લઈને આવ્યું મોટું અપડેટ, આજે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં થશે ભરતી.. જાણો શું છે કારણ

News Continuous Bureau | Mumbai

એનસીપી સુપ્રીમો શરદ પવારના ( NCP Cheif Sharad Pawar ) સ્વાસ્થ્યને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. શરદ પવારને આવતીકાલે ફરીથી બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ( breach candy hospital Mumbai ) દાખલ કરવામાં આવશે.

Join Our WhatsApp Community

પ્રાપ્ત માહિતી અનુસાર શરદ પવારની જમણી આંખની સર્જરી ( cataract surgery ) કરવામાં આવશે. આ માટે તેમને સોમવારે રાત્રે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે. આવતીકાલે સવારે 10 વાગ્યે શરદ પવારની મોતિયાનું ઓપરેશન કરવામાં આવશે. ઓપરેશન બાદ શરદ પવારને આવતીકાલે તરત જ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. ત્યાર બાદ શરદ પવાર આગામી આઠ દિવસ મુંબઈમાં તેમના ઘરે આરામ કરશે. એટલે શરદ પવાર 18 જાન્યુઆરી સુધી ઘરની બહાર નહીં નીકળે. જો કે, NCP નેતાઓએ માહિતી આપી છે કે શરદ પવાર આ સમયગાળા દરમિયાન ઘરે બેસીને બેઠકમાં હાજરી આપી શકે છે.

આ સમાચાર પણ વાંચો:   Videocon loan fraud case: ICICI બેંકના પૂર્વ CEO ચંદા કોચર, પતિને મળી મોટી રાહત – બોમ્બે હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો.. કહી આ વાત

મહત્વનું છે કે થોડા દિવસ પહેલા ડાબી આંખની સર્જરી કરવામાં આવી હતી. આ અગાઉ ગયા વર્ષે ઓક્ટોબરમાં શરદ પવારની તબિયત બગડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે પણ ડોક્ટરોએ શરદ પવારને આરામ કરવાની સલાહ આપી હતી. જો કે, શરદ પવારે શિરડીમાં આયોજિત NCP કેમ્પમાં હાથની ફરતે પાટો બાંધીને હાજરી આપી હતી.

Indian Railway: સાબરમતી-જોધપુર એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
Shri Tuljabhavani Navratri: મહારાષ્ટ્ર સરકારે શ્રી તુળજાભવાની નવરાત્રિ મહોત્સવને ‘મુખ્ય મહોત્સવ’નો દરજ્જો આપ્યો, ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો થશે.
Supreme Court order: 31 જાન્યુઆરી 2026 સુધીમાં મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી
Andheri suicide case: અંધેરીમાં ૩૪ વર્ષીય યુવકે કર્યો આપઘાત
Exit mobile version