Site icon News Continuous Bureau | Mumbai

એનસીપી સુપ્રીમો શરદ પવારે સો. મીડિયા પર ખેલાડીઓને ટ્રોલ કરવા બાબતે ભારતીય ક્રિકેટપ્રેમીઓની કાઢી ઝાટકણી, કહી આ વાત; જાણો વિગતે

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 30 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Channel

શનિવાર

પાકિસ્તાન સામે T-20 વર્લ્ડ કપમાં ભારતની હાર બાદ દેશભરના ક્રિકેટપ્રેમીઓએ ભારતીય ટીમના અમુક સભ્યોને અપશબ્દો કહ્યા હતા. સોશિયલ મીડિયામાં ખરાબ શબ્દોમાં તેમને ટ્રૉલ પણ કરી નાખ્યા હતા, ત્યારે રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના અધ્યક્ષ અને ભૂતપૂર્વ ICCના ચૅરમૅન શરદ પવારે આવા ક્રિકેટપ્રેમીઓની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી.

મહારાષ્ટ્રમાં હેલ્મેટ અને સીટ-બેલ્ટ નહીં પહેર્યો તો આવી બનશે, આવતા અઠવાડિયાથી ભરવો પડશે આટલો દંડ; જાણો વિગત

પાકિસ્તાન સામે ગયા અઠવાડિયામાં ભારત હારી ગયા બાદ સોશિયલ મીડિયામાં પણ ખિલાડીઓથી નારાજ થઈ ગયેલા કિક્રેટચાહકોએ ટ્રૉલ કરવાનું ચાલુ કરી દીધું હતું. એમાં પણ ખાસ કરીને મોહમ્મદ શમીને સોશિયલ મીડિયા પર ટાર્ગેટ કરવામાં આવ્યો હતો. ત્યારે રમતને રમત તરીકે જોવાની સલાહ શુક્રવારે એક કાર્યક્રમ દરમિયાન શરદ પવારે ક્રિકેટચાહકોને આપી હતી અને કહ્યું હતું કે કોઈ પણ રમતમાં હાર-જીત તો રહેવાની જ છે. ભારતીય ટીમ પાકિસ્તાન સામે હાર્યા બાદ લોકોએ  જે પ્રતિક્રિયા આપી છે એ આશ્ચર્યજનક છે. ખેલાડીઓની આવી ભાષામાં ટીકા કરવી યોગ્ય નથી. આટલી હદ સુધી ખેલાડીઓની ટીકા મેં કોઈ દિવસ જોઈ નથી. આ બાબત અત્યંત ખેદજનક છે.

Ulhasnagar Robbery Case Solved ઉલ્હાસનગરમાં લૂંટનો ભેદ ઉકેલાયો; ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓને દબોચી રૂ. ૩૬.૪૮ લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત
Uddhav Thackeray Supreme Court Relief ઉદ્ધવ ઠાકરેને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત; ‘ત્યાં સુધી જગ્યા ન ભરો’, સદા સરવણકરને નોટિસ
Maharashtra Drought Relief દુષ્કાળ નિવારણ માટે સરકારનો મોટો આદેશ! ખેડૂતોના હિત માટે બાવનકુળેને સોંપાઈ મહત્વની જવાબદારી
BJP Cross Voting Controversy મોટો ખેલ! તમામ કાઉન્સિલરોએ કર્યું ક્રોસ વોટિંગ, પક્ષને મળ્યા ‘૦’ વોટ અને ભારે ક્ષોભજનક સ્થિતિ
Exit mobile version