ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 23 ફેબ્રુઆરી 2022,
બુધવાર,
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા નવાબ મલિકની ધરપકડ બાદ મહાવિકાસ આઘાડી જૂથમાં હલચલ શરૂ થઈ ગઈ છે.
આ પૃષ્ઠભૂમિમાં, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, એનસીપીના સર્વસર્વ શરદ પવાર અને ગૃહમંત્રી દિલીપ વાલસે પાટીલ વચ્ચે આજે સાંજે વર્ષા બંગલા ખાતે બેઠક યોજાશે.
આ બેઠકમાં નવાબ મલિક વિરુદ્ધ કાર્યવાહી કરવા અંગે ચર્ચા થઈ શકે છે અને સરકાર પર ધરપકડની અસરની પણ સમીક્ષા કરવામાં આવશે.
ED દ્વારા નવાબ મલિકની ધરપકડથી તેમને મંત્રાલયમાંથી રાજીનામું આપવાની ફરજ પડે તેવી શક્યતા છે
હવે જોવાનું એ રહ્યું કે શું નવાબ મલિકનું રાજીનામું સ્વીકારવામાં આવશે?