Site icon

ભાજપને 18 સાંસદ આપનારા મહારાષ્ટ્રનું આ તો અપમાનઃ રાષ્ટ્રવાદી કોંગ્રેસના આ નેતાએ વડા પ્રધાન સમક્ષ વ્યક્ત કરી નારાજગી જાણો વિગત,

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 8 ફેબ્રુઆરી 2022  

Join Our WhatsApp Community

મંગળવાર.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં પોતાના ભાષણમાં દેશભરમાં કોરોના ફેલાવવા માટે મહારાષ્ટ્રને જવાબદાર ગણાવ્યું હતું, તેની સામે મહારાષ્ટ્રમાં ભારે નારાજગી  વ્યાપી ગઈ છે. કોંગ્રેસે વડા પ્રધાનના આ નિવેદન સામે રાજ્યભરમાં વિરોધ પ્રર્દશનની જાહેરાત કરી છે, તો રાષ્ટ્રવાદી કોંગ્રેસે પણ મહારાષ્ટ્ર વિશે ગેરસમજ ફેલાવનારા નિવેદન સામે નારાજગી વ્યક્ત કરી છે.

રાષ્ટ્રવાદી કોંગ્રેસના સાંસદ અને શરદ પવારના પુત્રી સુપ્રીયા સુળેએ વડા પ્રધાન સમક્ષ નારાજગી વ્યકત કરતા કહ્યું હતું કે મહારાષ્ટ્રના દીકરી અને મહારાષ્ટ્રના સાંસદ તરીકે હું તમને પૂછું છું કે તમે મહારાષ્ટ્ર વિશે ગેરસમજ ફેલાવતું નિવેદન કેમ આપ્યું?  તમે ભાજપના વડાપ્રધાન નથી પરંતુ દેશના વડાપ્રધાન છો.

આપણો દેશ ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. આખું વિશ્વ ધીમે ધીમે રોગચાળામાંથી બહાર આવી રહ્યું છે. વડા પ્રધાન પદે રહીને  મહારાષ્ટ્ર માટે જે કહ્યું તે દુર્ભાગ્યપૂર્ણ છે. મહારાષ્ટ્રમાંથી ભાજપના 18 સાંસદો ચૂંટાઈ આવ્યા છે. તેમણે જે કહ્યું તે ખૂબ જ આઘાતજનક અને દુર્ભાગ્યપૂર્ણ છે એવું પણ  NCPના સાંસદ સુપ્રિયા સુલેએ પત્રકાર પરિષદમાં કહ્યું હતું. 
સુપ્રિયા સુલેએ કહ્યું હતું કે, "વડાપ્રધાનને એક પક્ષ વતી બોલતા જોઈને મને દુઃખ થયું. વડા પ્રધાનને બધા રાજ્યોને આદર આપવો જોઈએ. તેઓ કોઈ એક પક્ષ વડા પ્રધાન નથી પણ તેઓ દેશના વડા પ્રધાન છે.

અમદાવાદ બ્લાસ્ટ કેસઃ આટલા આરોપી નિર્દોષ તો આટલા દોષિત જાહેર, આવતી કાલે સજા સંભળાવાશે. જાણો વિગત,

કોરોના મહાસાથીના શરૂઆતના દિવસોમાં મહારાષ્ટ્રની કોંગ્રેસે આખા દેશમાં કોરોના ફેલાવ્યો હોવાનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે લોકસભામાં કહ્યું હતું. કોંગ્રેસે યુપી-બિહારીઓને મુંબઈ છોડવા કહ્યું હતું અને લોકડાઉનમાં મજૂરોને ફ્રી ટ્રેન ટિકિટ આપી  હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્ર કોંગ્રેસ પર દેશભરમાં કોરોના ફેલાવવાનો આરોપ લગાવતા કહ્યું કે, રાજ્યમાં કોંગ્રેસના કાર્યકરો સ્ટેશનની બહાર ઉભા રહીને પરપ્રાંતિય કામદારોને રાજ્યની બહાર મોકલવાનો પ્રયાસ કર્યો હતો.

Delhi Blast: દિલ્હી બ્લાસ્ટની તપાસ તેજ: અલ ફલાહ યુનિવર્સિટીના ચેરમેનને સમન્સ જારી, યુનિવર્સિટીની ભૂમિકા શંકાના દાયરામાં
Nagpur Fire: મહારાષ્ટ્રમાં 32 પશુઓ જીવતા બળ્યા, કતલખાને જતા પહેલા જ કરૂણ અંજામ
Bihar Cabinet: બિહારના રાજકારણમાં ગરમાવો: BJP-JDUમાં મંત્રીમંડળ પર ખેંચતાણ, 12-22 નહીં પણ 50-50ની શક્યતા! બિહારના રાજકારણમાં ગરમાવો
Fake PMO Secretary: મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીના કાર્યક્રમમાં PMOનો નકલી સચિવ બનીને ફરતો શખ્સ ઝડપાયો, સુરક્ષા એજન્સીઓ દોડતી થઈ
Exit mobile version