News Continuous Bureau | Mumbai
મહારાષ્ટ્ર(Maharashtra)માં મહા વિકાસ અઘાડી સરકાર(MVA govt)ના પતન બાદ શિવસેના(Shivsena), કોંગ્રેસ(Congress) અને એનસીપી(NCP) વચ્ચે અંદરોઅંદર મતભેદ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ વચ્ચે નવી દિલ્હીમાં રવિવારે NCPની રાષ્ટ્રીય કાર્યકારિણી(NCP National Executive Meeting)ની બેઠક યોજાઈ હતી, જેમાં NCPના અનેક દિગ્ગજ નેતાઓમાં નારાજગી હોવાનું જણાઈ આવ્યું હતું. આ બેઠક દરમિયાન અચાનક અજિત પવાર(Ajit Pawar) મંચ પરથી ઉઠીને ચાલતી પકડી હતી. તેથી NCP બધું સમુસુતરું દેખાય છે એવું નથી એવી ચર્ચાએ ફરી જોર પકડયું છે.
આ રાષ્ટ્રીય અધિવેશનમાં NCPના તમામ મોટા નેતાઓ ભાષણ આપવાના હતા. શરદ પવાર(Sharad Pawar)ના ભાષણ પહેલા અમોલ કોલ્હે(Amol Kolhe) બોલશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. જયંત પાટીલ(Jayant Patil)ના નામની ઘોષણા થયા બાદ એકત્ર થયેલા કાર્યકર્તાઓએ અજિત પવારે ભાષણ કરવાની માગણી કરી હતી. ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે જયંત પાટીલ પછી અજિત પવાર બોલશે. પરંતુ શું થયું ખબર નહીં અને અજિત પવાર અચાનક સ્ટેજ પરથી ઉભા થઈને નીકળી ગયા હતા. તેને કારણે કાર્યકર્તાઓ વચ્ચે ગુસપુસ ચાલુ થઈ ગઈ હતી.
આ સમાચાર પણ વાંચો : રૂપિયાની પથારી કરી સૂતો હતો બિઝનેસમેન- ઈડીના દરોડામાં અધધ આટલા કરોડ રોકડા મળ્યાં- રૂપિયા ગણવા મંગાવવા પડ્યા મશીનો
અજીત પવારની નારાજગીનું ચોકકસ કારણ તો જાણી શકાયું નથી. પરંતુ ચાલી રહેલી ચર્ચા મુજબ સ્ટેજ પર બેસેલા નેતાઓ ભાષણ કરવાના હતા, તેમાં અજિત પવારનું નામ દેખાયું નથી. તેથી તેઓ નારાજ થયા હોવાનું કહેવાય છે. તેઓ અચાનક સ્ટેજ પરથી ઉતરી બહાર નીકળી જતા તેમના પિતરાઈ બહેન સાંસદ સુપ્રિયા સુળે(MP Supriya Sule)એ બાજી સંભાળવાનું નક્કી કર્યું હતું અને તેઓ અજિત પવાર પાસે પહોંચી ગયા હતા અને તેમને મનાવીને ભાષણ આપવા વિનંતી કરી હોવાનું કહેવાય છે.
સુપ્રિયા સુળેએ ભારે મનામણા કર્યા હોવા છતાં અજિત પવારે ભાષણ આપ્યું ન હતું. તેથી કાર્યકરોની નારાજગીને ધ્યાનમાં રાખીને સાંસદ પ્રફુલ પટેલે બધુ ઠીક કરવાનો પ્રયાસ કર્યો હતો. અજીત પવાર વોશરૂમમાં ગયા છે અને શરદ પવારના ભાષણ બાદ તેઓ ભાષણ કરશે કહીને બાજી સુધારવાનો પ્રયાસ કર્યો હોવાનું કહેવાય છે.
આ સમાચાર પણ વાંચો :કોરોનાના સાઈડ ઈફેક્ટ- મુંબઈમાં કોરોનાને પગલે આ બીમારીનું જોખમ વધી ગયું- બે વર્ષમાં જ દર્દીનો આંકડો 60000ની ઉપર
