Site icon News Continuous Bureau | Mumbai

ધનંજય મુંડેની કારનો મોટો અકસ્માત, એર એમ્બ્યુલન્સ દ્વારા મુંબઈ ખસેડવામાં આવશે; જુઓ અકસ્માતગ્રસ્ત કારનો ચોંકાવનારો વીડિયો

NCP leader Dhananjay Munde car accident: Will be shifted to Mumbai

ધનંજય મુંડેની કારનો મોટો અકસ્માત, એર એમ્બ્યુલન્સ દ્વારા મુંબઈ ખસેડવામાં આવશે; જુઓ અકસ્માતગ્રસ્ત કારનો ચોંકાવનારો વીડિયો

News Continuous Bureau | Mumbai

પૂર્વ એનસીપી મંત્રી ધનંજય મુંડે ( NCP leader Dhananjay Munde ) મતવિસ્તારમાં કાર્યક્રમો અને સભાઓ પૂર્ણ કરીને પરલી પરત ફરતી વખતે મધ્યરાત્રે 12:30 આસપાસ અકસ્માતનો ( car accident ) ભોગ બન્યા હતા. ડ્રાઇવરે વાહન પરનો કાબુ ગુમાવી દેતા અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. આ અકસ્માતમાં મુંડેને છાતીના ભાગે સામાન્ય ઈજા થઈ હતી. મુંડેએ પોતે આ અંગે માહિતી આપી હતી.

Join Our WhatsApp Channel

 

દરમિયાન આ અકસ્માત બાદ સાવચેતીના ભાગરૂપે મુંડેને સારવાર માટે એર એમ્બ્યુલન્સ દ્વારા મુંબઈ ( Mumbai ) લઈ જવામાં આવશે તેવા સમાચાર મીડિયામાં પ્રસારિત થઈ રહ્યા છે. ધનંજય મુંડેની હાલત સ્થિર છે અને ડોક્ટરોએ તેમને આરામ કરવાની સલાહ આપી છે. પરંતુ સાવચેતીના ભાગ રૂપે, ધનંજય મુંડેને સારવાર માટે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં લઈ જવાની તૈયારીઓ ચાલી રહી છે. પૂર્વ મંત્રી ધનંજય મુંડેના વાહનને પરલી શહેરમાં અડધી રાત્રે અકસ્માત નડ્યો હતો. જેમાં ધનંજય મુંડેને છાતી પર મામૂલી ઇજા થઇ, પરંતુ તેમના વાહનને ભારે નુકસાન થયું હતું.

આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રની 3 સરકારી વીજ કંપનીઓના કર્મચારીઓ 72 કલાકની હડતાળ પર

Sharad Pawar Praful Patel Meeting ’10 નવેમ્બર પછી બેસીને વાત કરીશું’ શરદ પવાર અને પ્રફુલ પટેલના વાયરલ વિડિયોથી મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ
US Stock Market Crash અમેરિકાના શેરબજારમાં ઐતિહાસિક કડાકો, એક જ ઝાટકે ૨.૫ ટ્રિલિયન ડૉલરનું ધોવાણ
Iran US Nuclear Proposal શરતો નહીં માનો તો હોર્મુઝ નહીં ખુલે! ઇરાને અમેરિકાને મોકલ્યો નવો પરમાણુ પ્રસ્તાવ
Hardeep Singh Puri Elected Unopposed To Rajya Sabha કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી મધ્યપ્રદેશમાંથી રાજ્યસભા માટે બિનહરીફ ચૂંટાયા અન્ય બે ઉમેદવારી પત્રો રદ થતાં માર્ગ મોકળો બન્યો
Exit mobile version