Site icon News Continuous Bureau | Mumbai

અજીત દાદાની ના માની સલાહ.. NCPના આ નેતાને નડ્યો અકસ્માત.. હોસ્પિટલમાં કરાયા દાખલ..

પૂર્વ મંત્રી અને NCP નેતા ધનંજય મુંડેની કારને અકસ્માત નડ્યો છે. મંગળવારે દિવસભરના કાર્યક્રમો અને મતવિસ્તારમાં મુલાકાતો પૂર્ણ કરીને પરલી પરત ફરતી વખતે રાતે 12:30 વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ધનંજય મુંડેને થોડી ઈજા થઈ છે

NCP leader Dhananjay Munde's car accident in Parli

અજીત દાદાની ના માની સલાહ.. NCPના આ નેતાને નડ્યો અકસ્માત.. હોસ્પિટલમાં કરાયા દાખલ..

News Continuous Bureau | Mumbai

પૂર્વ મંત્રી અને NCP નેતા ધનંજય મુંડેની ( NCP leader Dhananjay Munde ) કારને અકસ્માત ( car accident ) નડ્યો છે. મંગળવારે દિવસભરના કાર્યક્રમો અને મતવિસ્તારમાં મુલાકાતો પૂર્ણ કરીને પરલી ( Parli ) પરત ફરતી વખતે રાતે 12:30 વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ધનંજય મુંડેને થોડી ઈજા થઈ છે. અકસ્માતમાં મુંડેને છાતીમાં વાગ્યું છે. ડોક્ટરે તેમને આરામ કરવાની સલાહ આપી છે. ડ્રાઇવરે વાહન પરનો કાબૂ ગુમાવી દેતાં આ અકસ્માત સર્જાયો હતો.

Join Our WhatsApp Channel

અગાઉ શિયાળુ સત્ર દરમિયાન ભાજપના ધારાસભ્ય જયકુમાર ગોરનો અકસ્માત થયો હતો. નાગપુરથી સતારા જતી વખતે તેમની કારનો અકસ્માત થયો હતો. તે અકસ્માત બાદ વિપક્ષના નેતા અજિત પવારે ગૃહમાં જ પોતાના ધારાસભ્યોને રાત્રે મુસાફરી ન કરવાની સલાહ આપી હતી. પરંતુ તે પછી પણ, ધનંજય મુંડેએ તેમની સલાહના આંખ આડા કાન કર્યા હોય તેવું લાગે છે.

આ સમાચાર પણ વાંચો : Hijab Controversy: ઈરાનની આ મહિલા ખેલાડીને હિજાબ પહેર્યા વિના ચેસ રમવી પડી ભારે, દેશમાં પરત આવવાની પાડી દીધી ના!

Thane MD Drug Peddler ડ્રગ્સ વિરોધી અભિયાનમાં મોટી સફળતા થાણે ક્રાઇમ બ્રાન્ચે ₹૬.૧૨ લાખની કિંમતનું ૨૦૪ ગ્રામ મેફેડ્રોન ઝડપી પાડ્યું
Thane Crime Branch Busts Deer Skin Smuggling પ્રતિબંધિત વન્યજીવ અંગો વેચવાનું કાવતરું નિષ્ફળ, થાણે ક્રાઇમ બ્રાન્ચે ₹૧૩.૬૦ લાખનો માલસામાન જપ્ત કર્યો
Major Rift In Mahayuti મહારાષ્ટ્ર સત્તા પક્ષમાં ‘ઓલ ઈઝ નોટ વેલ’! એકનાથ શિંદેના એક ઝટકાથી મહાયુતિના સમીકરણો પલટાયા મંત્રાલયથી દિલ્હી સુધી દોડધામ
Parliamentary Standing Committees સંસદીય સમિતિઓની પુનઃરચના શશિ થરૂરને ફરી મોટી જવાબદારી, કીર્તિ આઝાદને મોટો ઝટકો; જાણો જેડીયુના ફાળે શું આવ્યું?
Exit mobile version