Site icon News Continuous Bureau | Mumbai

નવાબ મલિક પર હવે ૧૦૦૦ કરોડનો માનહાનિનો દાવો. આ બેંકે કર્યો કેસ.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 3 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર.

પહેલી જુલાઇએ બેલાર્ડ પીઅર અને ઘાટકોપર (પ.)માં હોર્ડિંગ લગાવીને સમાચાર ઝળકાયા હતા. જેમાં જણાવાયું હતું કે ૨૦૧૫માં  બેંકની આર્થિક ગેરરિતીની કથિત ફરિયાદમાં કોઇ તપાસ હાથ ધરાઇ નથી. હોર્ડિંગ પર ભાજપના વિધાન સભ્ય પ્રવીણ દરેકરનો ફોટો પણ હતો. તેમને સળીયા પાછળ હોવાનું દર્શાવાયું હતું. દરેકર મુંબઇ બેંકના હાલના ચેરમેન છે. માનહાનિના દાવામાં મલિકને બિનશરતી માફી માગવા અને રૃા. ૧૦૦૦ની નુકસાન ભરપાઇ સાથે આરોપ પાછા ખેંચવાનો નિર્દેશ ઇચ્છવામાં આવ્યો છે.મુંબઇ ડિસ્ટ્રીક્ટ કોઓપરેટિવ બેંકે એનસીપીના નેતા અને પ્રધાન નવાબ મલિક અને અન્ય સાત જણ સામે રૃા. ૧૦૦૦ કરોડનો માનહાનિનો દાવો માંડયો છે. મુંબઇ પોલીસની આર્થિક ગુના શાખા દ્વારા થઇ રહેલી તપાસ  સંબંધી માનહાનિ કરતા બેનરો અને હોર્ડિંગ્સ લગાવવા બદલ આ પગલું ભરાયું છે. શહેરની  પ્રમુખ જગ્યાઓ પર પહેલી જુલાઇથી ચોથી જુલાઇ દરમિયાન લગાવાયેલા હોર્ડિંગના સાહિત્યની બેંકની પ્રતિષ્ઠા ખરડાઇ છે કેમ કે તેમાં રૃા. ૧૨૩ કરોડની કથિત ગેરરીતિને બેંક સાથે સાંકળવામાં આવી છે.  બેંકે કરેલા દાવામાં જણાવાયું છે કે પોલીસે એવો નિષ્કર્ષ કાઢયો છે કે  ગેરરિતીના આરોપ ક્ષતિપૂર્ણ માહિતીને આધારે કરાયા હતા. અને કેસ બંધ પણ કરી દેવાયો છે. આમ છતાં હોર્ડિંગ્સમાં વિપરીત સંદેશ આપવામાં આવતા બેંકને અસર થઇ છે. કોર્ટે મલિક અને અન્યોને છ સપ્તાહમાં જવાબ નોંધાવવા જણાવ્યું છે.

ચિંતાજનક કહેવાય, મહારાષ્ટ્રમાં એઈડ્‌સના સૌથી વધુ ૮.૫૪ લાખ દર્દીઓ નોંધાયા. જાણો વિગત
 

Thane Police Mobile Recovery ઠાણે પોલીસની સફળ કામગીરી સીઇઆઇઆર પોર્ટલની મદદથી ૧૯ લાખથી વધુ કિંમતના ૧૮૦ ગુમ થયેલા મોબાઇલ ફોન કરાયા હસ્તગત
Vibrant Gujarat 2027 Mumbai Roadshow વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ૨૦૨૭: આજે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે ભવ્ય રોડ શો, CM ભૂપેન્દ્ર પટેલ ઉદ્યોગપતિઓ સાથે કરશે બેઠક
Dombivli Police Quick Action આશા છોડી દીધી હતી ત્યાં પોલીસે કરી કમાલ ડોમ્બિવલીમાં રોકડ અને દસ્તાવેજો ભરેલું પર્સ કલાકોમાં મહિલાને પરત મળ્યું
Disha Salian Death Case દિશા સાલિયાનનું મોત આત્મહત્યા કે ષડયંત્ર? બોમ્બે હાઈકોર્ટના આદેશ બાદ હવે CBI કરશે દૂધનું દૂધ અને પાણીનું પાણી
Exit mobile version