Site icon

ગુજરાતમાં રાજ્યસભાની સીટ જીતવાનું કોંગ્રેસનું સપનું રોળાયું, ત્રણ ધારાસભ્યોના રાજીનામા બાદ એનસીપી ના ધારાસભ્યએ ભાજપને મત આપવાનું જાહેર કર્યું…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

અમદાવાદ

Join Our WhatsApp Community

5 જુન 2020

 ગુજરાતમાં રાજ્યસભા ની સીટ જીતવા નું કોંગ્રેસના સપના પર પાણી ફરી વળ્યું છે. કોંગ્રેસના 3 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા ના સમાચાર જુના નથી થયા ત્યાં ગુજરાતમાંથી એનસીપીના એકમાત્ર ધારાસભ્ય કાંધલ જાડેજા એ પોતાનો ભાજપ પ્રેમ છડેચોક જાહેર કરી દીધો છે. તેણે કહ્યું કે "રાજ્યસભાની ચૂંટણી વેળા હું હંમેશા ભાજપને જ  મત આપતો આવ્યો છું" આમ કાંધલના આ નિવેદન બાદ ભાજપના ઉમેદવારની જીત પાક્કી થઇ ચૂકી છે..

 દેશમાં કોંગ્રેસ-એનસીપી વચ્ચે ગઠબંધન હોવા છતાં ગુજરાતમાં એનસીપી વાંકી ચાલી રહી હોવાનું જણાઇ રહ્યું છે.. આશ્ચર્યની વાત એ છે કે એનસીપી ના ધારાસભ્ય ને પાર્ટી હાઈ કમાન્ડ ના કોઇ બંધન પણ નડી નથી રહ્યા. 19 જૂને ભાજપને મત આપવાનું વચન દેનારા વિરુદ્ધ, રાષ્ટ્રીય નેતાગીરી પણ ચૂપ છે એ નવાઈ લાગે તેવી વાત છે..

Kumbh Mela 2027: કુંભમેળા 2027 માટે નાસિક એરપોર્ટનો થશે ‘અસામાન્ય’ કાયાકલ્પ; યાત્રીઓની આવન-જાવન ક્ષમતામાં પણ મોટો વધારો થશે
Vanahar Mahotsav: આવો અને માણો વનઆહારની મજા: સ્વતંત્ર્યવીર સાવરકર રાષ્ટ્રીય સ્મારકમાં 22 અને 23 નવેમ્બરે યોજાશે ‘વનઆહાર મહોત્સવ’
Anmol Bishnoi: ‘અનમોલ બિશ્નોઈને ભાઈ હોવાની સજા મળી રહી છે’: બાબા સિદ્દીકી હત્યામાં સંડોવણી પર પિતરાઈ ભાઈનો મોટો ખુલાસો
Pune Land Scam: પુણે જમીન કૌભાંડ તપાસ રિપોર્ટ: પાર્થ પવારને ક્લીન ચિટ, 3 અધિકારીઓ સામે પગલાં લેવા ભલામણ
Exit mobile version