ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 21 ઑગસ્ટ, 2021
શનિવાર
એનસીપીના સાંસદ અને અભિનેતા અમોલ કોલ્હે ફરી એકવાર કોરોના વાયરસથી સંક્રમિત થયા છે.
આશ્ચર્યજનક છે કે ડો.અમોલ કોલ્હેએ કોરોના રસી લીધા બાદ પણ કોરોનાગ્રસ્ત થયા છે.
સાંસદ ડો. કોલ્હેએ આ અંગે પોતે ટ્વિટ કરીને જાણકારી આપી છે. સાથે જ તેમણે તેમના સંપર્કમાં આવેલા નાગરિકોને પણ કોરોના ટેસ્ટ કરાવવાની અપીલ કરી છે.
હાલ તેમની સ્થિતિ સ્થિર છે અને તબીબોની સલાહ પર તબીબી સારવાર શરૂ કરવામાં આવી છે.
સાથે જ કોલ્હેએ નાગરિકોને ભીડભાડવાળી જગ્યાઓ ટાળવા અને નિર્ધારિત નિયમોનું ચુસ્તપણે પાલન કરવાની અપીલ કરી છે.