Site icon

વધુ એક રાજ્ય એ પોતાની સરહદ માં પ્રવેશનાર માટે કોરોના નેગેટિવ ટેસ્ટ ફરજીયાત કરાવ્યો. જાણો વિગત .

ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો.

મુંબઈ,5 એપ્રિલ 2021.

Join Our WhatsApp Community

સોમવાર .

        દેશ માં કોરોના ની બીજી લહેર એ ઘણા બધા રાજય ને પોતાની ચપેટ માં લીધા છે. એ સંદર્ભે રાજસ્થાન સરકારે પોતાની સરહદ માં પ્રવેશનાર વ્યક્તિ માટે કોરોના નેગેટિવ ટેસ્ટ ફરજીયાત કર્યો છે.

         રાજસ્થાન માં ગત 24 કલાક માં કોરોના ના 1729 કેસ નોંધાયા છે.આ સાથેજ રાજય માં અત્યાર સુધી કોરોના સંક્રમિતો ની સંખ્યા 3,39,325 સુધી થઈ ગઈ  છે. આ વધતા જતા સંક્રમણ ને રોકવા લોકડાઉન જેવા પ્રતિબંધો લાદ્યા છે. રાજ્ય માં પ્રવેશનાર વ્યક્તિ માટે આર ટી પી સી આર ટેસ્ટ ફરજીયાત કરવામાં આવ્યો છે. સાથેજ ધોરણ 1 થી 9 સુધી શાળાઓ બંધ રહેશે,લગ્ન સમારંભ માં 100 થી વધુ વ્યક્તિ હાજરી આપી શકશે નહિ. તેમજ સિનેમાહૉલ અને મલ્ટિપ્લેક્સ માં પણ પ્રવેશ પર રોક લગાવી દીધી છે.

જાણી લો અત્યારે જ : મુંબઈ શહેરમાં ટ્રાવેલિંગ સંદર્ભે આ છે નવા નિયમ. કાલથી ટ્રાન્સપોર્ટ મુશ્કેલ ભર્યું બનશે. 

         ઉલ્લેખનીય છે કે , રાજસ્થાન રાજ્ય ના જિલ્લા મેજિસ્ટ્રેટ રાત્રી કર્ફયુ નો નિર્ણય પણ કરી શકે છે. જોકે દિવસ ના સમય માં કર્ફયુ લગાવવા માટે તેમણે રાજય સરકાર ની પરવાનગી લેવી પડશે.

Dudh Sanjivani Yojana: આદિજાતિ બાળકોના પોષણ અને વિકાસની ‘સંજીવની’ એટલે રાજ્ય સરકારની ‘દૂધ સંજીવની’ યોજના: સુરત જિલ્લાના ૯૬ હજારથી વધુ બાળકો લાભાન્વિત
Ladki Bahin Yojana: લાડકી બહેનો, સાવધાન! સરકારનો નવો અલ્ટિમેટમ, ફક્ત આટલા મહિનાનો સમય
Konkan Crabs: પ્રદૂષણના કારણે કોંકણના કરચલાઓનો જીવ જોખમમાં; જો દરિયાઈ જૈવવિવિધતા ટકાવવામાં ન આવે તો
Sharad Pawar: અંબાણી ના પીએમ નરેન્દ્ર મોદીને ‘અવતાર પુરુષ’ કહેવા પર શરદ પવારે કરી આવી વાત
Exit mobile version