News Continuous Bureau | Mumbai
France: મહારાષ્ટ્રનાં કૌશલ્ય વિકાસ મંત્રી મંગલ પ્રભાત લોઢાની ( Mangal Prabhat Lodha ) આગેવાનીમામ આજે ફ્રાન્સના કોન્સ્યુલ જનરલ જીન માર્ક સેરે ચાર્લોટ અને તેમના પ્રતિનિધી મંડળે મુંબઈના વિદ્યા વિહાર ખાતે સ્વામી વિવેકાનંદ ઈન્ટરનેશનલ સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટરની મુલાકાત લીધી હતી. જે ભારતના યુવાનોને રોજગારીની વિવિધ તકો પૂરી પાડવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. આ મુલાકાત દરમિયાન ફ્રાન્સના કોન્સ્યુલ જનરલ ચાર્લોટે આંતરરાષ્ટ્રીય કૌશલ્ય વિકાસનાં પ્રયાસો વિશે વધુ માહિતી મેળવી હતી અને બંને દેશોને આ ખ્યાલથી કેવી રીતે ફાયદો થશે તેની પણ ચર્ચા કરી હતી.
આ પ્રસંગે ફ્રાન્સના કોન્સ્યુલ જનરલે ( Jean Marc Serre Charlotte ) પ્રબોધિની કોન્સેપ્ટની ખૂબ પ્રશંસા કરી અને વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો કે ભારતના યુવાનોને આનો ચોક્કસ લાભ મળશે. આ પ્રબોધિની દ્વારા બંને દેશોના નાગરિકોને ખૂબ જ અનોખી તકો ઉપલબ્ધ થશે. હવે ફ્રાન્સમાં કુશળ માનવબળની શોધમાં રહેલા કારોબારીઓને, વિદેશમાં નોકરીની શોધ કરતા ભારતીય યુવાનો સાથે સીધો સંપર્ક કરવાનો મોકો મળશે.
આજે ભારતમાં લગભગ ૮૦૦ ફ્રેન્ચ કંપનીઓ કામ કરી રહી છે. તે કંપનીઓને જરૂરી કર્મચારીઓને ધ્યાનમાં રાખીને ભારતના યુવાનોને ( India youth ) તક આપવામાં આવશે. સાથે જ ફ્રાન્સમાં કાર્યરત ભારતીય કંપનીઓમાં નોકરીની તકો પણ પૂરી પાડવામાં આવશે. આ પ્રબોધિની દ્વારા પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાના લાભાર્થીઓને ફ્રાન્સ અથવા અન્ય દેશોમાં કામની તકો પૂરી પાડવાનો પણ ઈરાદો છે.
આ સમાચાર પણ વાંચો : Western Railway : આ તારીખના રોજ સાબરમતી અને છપરા વચ્ચે અનરિઝર્વ્ડ હોળી સ્પેશિયલ ટ્રેન દોડશે
જાપાન, જર્મની, ઈઝરાયેલ અને ફ્રાન્સ એમ ચાર દેશોમાં વિવિધ ક્ષેત્રોમાં રોજગારીની તકો પૂરી પાડવાનું અભિયાન આ પ્રબોધિની દ્વારા ચલાવવામાં આવશે. યુવાનોને જરૂરી ભાષાનું કૌશલ્ય પ્રદાન કરવા માટે, આ પ્રબોધિની જાપાનીઝ, હીબ્રુ, જર્મન અને ફ્રેન્ચ એમ ચાર ભાષાઓમાં આંતરરાષ્ટ્રીય ધોરણની તાલીમ આપશે.
આ સાથે મહારાષ્ટ્ર ઈન્ટરનેશનલ સેન્ટર ( Swami Vivekananda International Skill Development Centre ) દ્વારા વિદેશ જવા ઈચ્છુકોને જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની પણ વ્યવસ્થા કરવામાં આવશે. તેના દ્વારા વિઝા મેળવવા, વિદેશમાં પ્લેસમેન્ટ આપવા, રહેઠાણની વ્યવસ્થા વગેરેમાં પણ મદદ કરવામાં આવશે. બદલાતા ડિજિટલ યુગની જરૂરિયાતોને પહોંચી વળવા, સ્વ-રોજગાર માટે આ પ્રબોધિની દ્વારા, સ્ટાર્ટઅપ્સ માટે AI અને ઇન્ક્યુબેશન સેન્ટર્સ જેવા નવીન વિષયોની તાલીમની વ્યવસ્થા કરવામાં આવશે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
