ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ
તા – 02-08-21, સોમવાર
મહારાષ્ટ્ર સરકારે જે નવી નિયમાવલી જાહેર કરી છે તે આ મુજબ છે.
૧. તમામ દુકાન અને શોપિંગ મોલ સોમવારથી શુક્રવાર દરમિયાન રાત્રે ૮ વાગ્યા સુધી ખુલ્લા રહી શકશે.
૨. શનિવારના દિવસે બપોરે ત્રણ વાગ્યા સુધી દુકાન ખુલ્લી રાખવાની પરવાનગી આપવામાં આવી છે.
૩. તમામ સરકારી કચેરીઓ પોતાની પૂર્ણ ક્ષમતાએ કામ કરશે
આખા રાજ્યમાં ખુલશે પરંતુ મુંબઈમાં દુકાનો ખુલશે કે નહીં? આ સંદર્ભે સરકારે મુંબઈ અધિકાર ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ને આપી દીધા. જાણો વિગત.
૪. તમામ સરકારી ગાર્ડન ખુલ્લા રહેશે.
૫. તમામ પ્રાઇવેટ ઓફિસ પૂર્ણ ક્ષમતાએ કામ કરી શકશે
૬. થિયેટર, મલ્ટિપ્લેક્સ અને ડ્રામા થિયેટર બંધ રહેશે.
૭. જિમ્નેશિયમ, યોગા સેન્ટર અને સલૂન 50% કેપેસિટી સાથે કામ કરી શકશે.
૮. ધાર્મિક સ્થળો બંધ રહેશે.
આમ રાજ્ય સરકારે અનેક પ્રકારની છૂટછાટ આપી દીધી છે