Site icon

કૉ-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટી માટે મહત્વપૂર્ણ સમાચાર : હવે આ ભાષામાં ફાઈલ કરવો પડશે ઑડિટ રિપૉર્ટ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૭ મે ૨૦૨૧

Join Our WhatsApp Community

ગુરુવાર

રાજ્ય સરકારે હાઉસિંગ સહિત તમામ કૉ-ઑપરેટિવ સોસાયટીને નિર્દેશ આપ્યો છે કે તેઓ હવેથી મરાઠીમાં જ તેમના ઑડિટ અહેવાલો રજૂ કરે. મંગળવારે કૉ-ઑપરેશન કમિશનર અનિલ કાવડે દ્વારા જાહેર કરાયેલા પરિપત્રમાં સોસાયટીઓને તાજેતરમાં સમાપ્ત થયેલ નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧નો ઑડિટ રિપૉર્ટ પણ મરાઠીમાં જ રજૂ કરવાનું કહેવામાં આવ્યું છે.

પરિપત્રમાં જણાવાયું છે કેમોટા ભાગના કૉ-ઑપરેશન વિભાગના અધિકારીઓ, હોદ્દેદારો, ઑડિટર્સ અને પદાધિકારીઓ મરાઠી બોલે છે અને લખે છે તેવામાં અધિકારીઓ યોગ્ય સમીક્ષા અને પગલાં લેઈ શકે એ હેતુસર આ નિયમ બનાવવામાં આવ્યો છે. છતાં પરિપત્રમાં સોસાયટીઓ માટે અંગ્રેજી સંસ્કરણની મંજૂરી આપવામાં આવી છે કે જેમણે ઑડિટરની નિમણૂક કરતી વખતે તેમની જનરલ બૉડી (જીબી)માં જરૂરી ઠરાવ કર્યો છે. રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાને રિપૉર્ટ્સ સબમિટ કરતી વખતે કમિશનર ઇચ્છે છે કે સોસાયટીઓ બૅન્કની માર્ગદર્શિકાનું પાલન કરે.

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર સોસાયટીઝ વેલ્ફેર ઍસોસિયેશનના રમેશ પ્રભુએ એક મીડિયા હાઉસને જણાવ્યું હતું કે કાયદા મુજબ આ પગલું એકદમ સચોટ છે અને એને પડકારવામાં આવી શકે નહીં.જ્યારે ઍડ્વોકેટ વિનોદ સંપટે આ મીડિયા હાઉસને કહ્યું કે આ પગલા પાછળનો હેતુ સારો હોઈ શકે, છતાં એ મુંબઈ જેવા કૉસ્મોપોલિટન શહેરમાં વ્યાવહારિક નથી. એ નીચા આઉટપુટમાં પણ પરિણમી શકે છે. કારણ કે ઘણા સીએ મરાઠી નથી જાણતા, જ્યારે કેસ કોર્ટમાં આવે છે ત્યારે અંગ્રેજી અનુવાદ આપવો પડે છે.

Maharashtra Weather: ચેતવણી! મહારાષ્ટ્રના હવામાનમાં પલટો, ચક્રવાતને કારણે આગામી ૨૪ કલાક અતિભારે, વરસાદના મોટા સંકેતો.
Bhiwandi MIDC: મોટી દુર્ઘટના: ભિવંડી MIDC માં ડાઇંગ કંપનીમાં ભીષણ આગ, ભારે નુકસાનની શક્યતા.
Ajit Pawar: અજિત પવાર સંકટમાં: પૂણે જમીન કૌભાંડમાં ‘સેફ’ થવા પર કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો.
Vande Mataram: ‘વંદે માતરમ’ વિવાદમાં નવો વળાંક: ભાજપે અબુ આઝમીને આપ્યું આમંત્રણ, અમિત સાટમે લખ્યો પત્ર- શું આઝમી સામેલ થશે?
Exit mobile version