Site icon News Continuous Bureau | Mumbai

ગુજરાત તરફ જનાર રેલ મુસાફરો માટે સારા સમાચાર :વિન્ટર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન બાંદ્રા ટર્મિનસ અને ગાંધીધામ વચ્ચે દોડશે

પશ્ચિમ રેલવે બાંદ્રા ટર્મિનસ અને ગાંધીધામ સ્ટેશનો વચ્ચે વિશેષ ભાડા પર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવશે.

New special train between bandra terminus and gandhidham

ગુજરાત તરફ જનાર રેલ મુસાફરો માટે સારા સમાચાર :વિન્ટર સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન બાંદ્રા ટર્મિનસ અને ગાંધીધામ વચ્ચે દોડશે

મુસાફરોની સુવિધા માટે અને મુસાફરોના વધારાના ધસારાને પહોંચી વળવા, પશ્ચિમ રેલ્વેએ બાંદ્રા ટર્મિનસ અને ગાંધીધામ સ્ટેશનો ( bandra terminus and gandhidham )  વચ્ચે વિશેષ ભાડા પર અતિરીક્ત સુપરફાસ્ટ વિશેષ ટ્રેન ( special train ) ચલાવશે.

પશ્ચિમ રેલવેના જનસંપર્ક વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ટ્રેન નંબર 09415 બાંદ્રા ટર્મિનસ – ગાંધીધામ સ્પેશિયલ દર ગુરુવારે બાંદ્રા ટર્મિનસથી 19.25 કલાકે ઉપડશે અને બીજા દિવસે 08.40 કલાકે ગાંધીધામ પહોંચશે. આ ટ્રેન 15મી ડિસેમ્બર, 2022થી 5મી જાન્યુઆરી, 2023 સુધી ચાલશે. એ જ રીતે ટ્રેન નંબર 09416 ગાંધીધામ – બાંદ્રા (ટી) સ્પેશિયલ ગાંધીધામથી દર ગુરુવારે 00.30 કલાકે ઉપડશે અને તે જ દિવસે 14.20 કલાકે બાંદ્રા (ટી) પહોંચશે. આ ટ્રેન 15મી ડિસેમ્બર, 2022થી 5મી જાન્યુઆરી, 2023 સુધી ચાલશે. આ ટ્રેન બંને દિશામાં બોરીવલી, વાપી, સુરત, વડોદરા, અમદાવાદ, વિરમગામ, ધ્રાંગધ્રા, સામખીયાળી અને ભચાઉ સ્ટેશન પર ઉભી રહેશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.
આ સમાચાર પણ વાંચો: ગૂગલ પાસે 75 લાખ વળતર માંગનાર અરજદાર પર સુપ્રીમે લગાવ્યો 25 હજારનો દંડ, જાણો કેમ
ટ્રેન નંબર 09415 અને 09416નું બુકિંગ 10 ડિસેમ્બર, 2022થી PRS કાઉન્ટર અને IRCTCની વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સ્ટોપેજ, રચના અને સમય વિશે વિગતવાર માહિતી www.enquiry.indianrail.gov.in પર મેળવી શકાય છે.
Join Our WhatsApp Channel
Palghar Saphale Murder Case પાલઘર પોલીસે ઉકેલ્યો સફાળે હત્યાકાંડનો ભેદ, સંયુક્ત ઓપરેશનમાં બે મુખ્ય આરોપીઓ ગણતરીના કલાકોમાં ઝડપાયા
Manoj Jarange Eknath Shinde મરાઠા આંદોલન સમેટી લેવા માટે મળ્યા હતા ૫૦૦ કરોડ? મનોજ જરાંગેનો સનસનીખેજ દાવો, એકનાથ શિંદે પાસે માંગ્યો જવાબ
Thane Crime Chena Forest અંધારામાં ચમકારો દેખાયો ને ટ્રિગર દબાવી દીધું! ઘોડબંદરના જંગલમાં થયેલા ફાયરિંગમાં નાગરિકનો ગયો જીવ; પોલીસે આરોપીઓને દબોચ્યા
Palghar Accident પાલઘરમાં ગરબા જોવા શાળામાંથી ભાગેલા પાંચ વિદ્યાર્થીઓનો અકસ્માત, બેના કરુણ મોતથી અરેરાટી
Exit mobile version