News Continuous | Mumbai
શિવસેના આ નામ ચૂંટણી પંચ દ્વારા જપ્ત કરી લેવામાં આવ્યું છે. આ ઉપરાંત ધનુષ્ય બાણ ચિન્હ પણ હવે ચૂંટણી દરમિયાન નહીં વાપરી શકાય. આ પરિસ્થિતિમાં ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે એ બંને પાસે એક જ વિકલ્પ બચે છે અને તે વિકલ્પ છે પક્ષના નવા ચિન્હ સંદર્ભનો.
મળતી માહિતી મુજબ શિવસેનાએ ત્રણ વિકલ્પોને ચૂંટણી કમિશન સમક્ષ પ્રસ્તુત કર્યા છે. આમાંથી પ્રથમ વિકલ્પ ત્રિશૂળ છે જ્યારે કે બીજું વિકલ્પ મશાલ અને ત્રીજું વિકલ્પ ઉગતો સુરજ છે.
જોકે ચૂંટણી કમિશન આમાંથી કયા ચિન્હને પરવાનગી આપે છે તે જોવું ઘણું દિલચસ્પ રહેશે. હાલ આ નવા ચિન્હ સંદર્ભે શિવસેના કે પછી ચૂંટણી કમિશનને કોઈપણ પ્રકારની ટીપ્પણી કરી નથી.
